દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચનો નિર્ણય એક નહીં પણ બે સુપર ઓવરમાં થયો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમે મેચ જીતીને બે મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા
એસવીએન,અમદાવાદ
11 ફેબ્રુઆરી , 2026નો T20 વર્લ્ડ કપ, ક્રિકેટ ઇતિહાસમાં અંકિત થઈ ગયો છે . અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ કોઈ હોલીવુડ થ્રિલરથી ઓછી નહોતી. ૩9.4 ઓવર પછી બંને ટીમો વચ્ચે ટાઈ થતાં , મેચનો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવામાં આવ્યો , પરંતુ સુપર ઓવર પણ ટાઈમાં સમાપ્ત થઈ. આ પછી બીજી સુપર ઓવર થઈ, જેમાં દક્ષિણ આફ્રિકા જીતી ગયું.
સુપર ઓવરમાં શું થયું?
સુપર ઓવરમાં, અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરી અને રહેમાનુલ્લાહ ગુરબાઝ અને અઝમતુલ્લાહ ઉમરઝાઈએ મળીને એક પણ વિકેટ ગુમાવ્યા વિના 17 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકાને જીત માટે 18 રનનો લક્ષ્યાંક આપ્યો. આ 17 રનમાંથી અઝમતુલ્લાહ ઉમરઝાઈએ એકલા 16 રન બનાવ્યા. આ પછી, દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલર અને ડેવાલ્ડ બ્રેવિસ બેટિંગ કરવા આવ્યા , પરંતુ બ્રેવિસ 7 રનના સ્કોર પર કેચ આઉટ થયો. આ પછી, ટ્રિસ્ટન સ્ટબ્સ બેટિંગ કરવા આવ્યો અને જ્યારે દક્ષિણ આફ્રિકાને 7 રનની જરૂર હતી , ત્યારે તેણે છેલ્લા બોલ પર સિક્સર ફટકારી અને મેચ બીજી સુપર ઓવરમાં ગઈ.
સુપર ઓવર પણ ટાઇમાં સમાપ્ત થઈ
પહેલી સુપર ઓવર ટાઇમાં સમાપ્ત થવાને કારણે, મેચનો નિર્ણય બીજી સુપર ઓવરમાં લેવામાં આવ્યો. આ વખતે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરી. ટ્રિસ્ટન સ્ટબ્સ અને ડેવિડ મિલર બેટિંગ કરવા આવ્યા , જ્યારે અફઘાનિસ્તાન તરફથી અઝમતુલ્લાહ ઉમરઝાઈ બોલિંગ કરવા આવ્યો. ડેવિડ મિલરે 4 બોલમાં 16 રન અને ટ્રિસ્ટન સ્ટબ્સે 2 બોલમાં 7 રન બનાવીને દક્ષિણ આફ્રિકાને 23 રન પર પહોચાડ્યું હતું, જેનાથી અફઘાનિસ્તાન સામે જીત માટે 24 રનનો લક્ષ્યાંક રહ્યો . આ સુપર ઓવરમાં અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ નબી અને અઝમતુલ્લાહ ઉમરઝાઈ બેટિંગ કરવા આવ્યા. જોકે, સુપર ઓવરના બીજા બોલ પર મોહમ્મદ નબી આઉટ થયો, જેનાથી અફઘાનિસ્તાનનો સ્કોર 0/1 પર આવી ગયો . ત્યારબાદ રહેમાનુલ્લાહ ગુરબાઝ બેટિંગ કરવા આવ્યો અને ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા . જોકે, જ્યારે 5 રનની જરૂર હતી ત્યારે તે છેલ્લા બોલ પર આઉટ થયો , અને દક્ષિણ આફ્રિકાએ મેચ જીતી લીધી.
અગાઉ અફઘાનિસ્તાનના સુકાની રાશિદ ખાને ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાને બેટિંગમાં ઊતાર્યું હતું. ફઝાલહક્ક ફારૂકીએ અફઘાન ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે એઈડન માકરામને મોહમ્મદ નબીના હાથમાં ઝિલાવ્યો હતો. માકરામે આઠ બોલમાં એક બાઉન્ડ્રી સાથે પાંચ રન બનાવ્યા હતા. જોકે એ પછી ક્વિન્ટન ડીકોકે રેયન રિકલ્ટને ટીમના જુમલાને મક્કમતા સાથએ આગળ વધાર્યો હતો. બન્નેએ 10મી ઓવરમાં ટીમના જુમલાને એક વિકેટે 98 રન પર પહોંચાડી દીધો હતો આ સમયે ડીકોક 48 અને રિકલ્ટન 44 રને રમતમાં હતા.ડીકોકે 35 બોલમાં 5 બાઉન્ડ્રી અને 3 સિક્સર સાથે તેના 50 રન પૂરા કરી લીધા હતા. જ્યારે રિક્લટને પણ 23 બોલમાં પાંચ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર સાથે 51 રન કર્યા હતા બનને વચ્ચે 100 રનની ભાગીદરી 53 બોલમાં થઈ હતી. આ બન્ને વચ્ચેની 114 રનની ભાગીદારી અફધાનના સુકાની રાશિદે ડીકોકને મિડવિકેટ પર ઈબ્રાહિમ ઝરદાનના હાથમાં ઝિલાવીને તોડી હતી. ડીકોકે 41 બોલમાં 59 રન બનાવ્યા હતા.
ડીકોકના સ્થાને દેવલાડ બ્રેવિસ મેદાન પર આવ્યા હતો. જોકે રશિદે આક્રમક બિંગ કરતા રિક્લટનને 61 રનના વ્યક્તિગત સ્કોરે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આ તબક્કે દ.આફ્રિકાએ 13 ઓવરમાં 127 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. બ્રેવિસને અઝમતુલ્લાહ ઉમરઝાઈએ મિડઓફ પર નબીના હાથમાં ઝિલાવી દીધો હતો બ્રેવિસે 19 બોલનો સામનો કરતા એક સિક્સર-એક બાઉન્ડ્રી સાથે 23 રન બનાવ્યા હતા. ડેવિડ મિલરની સાથે ટ્રિસ્ટન સ્ટબ જોડાયો હતો જેને પણ સ્ટબ્સે માત્ર એક રને પેવેલિયન ભેગો કર્યો હતો. શોર્ટ ફાઈન લેગ પર મુજીબ ઉર રહેમાને તેનો કે ઝડપ્યો હતો. જેન્શને આવતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું હતું. જોકે ઈનિંગ્સના છેલ્લા બોલે જેન્શન ઉમરઝાઈના બોલે મિડ વિકેટ પર સિદીકુલ્લા અટલના હાથમાં આસાન કેચ આપી બેઠો હતો તેણે સાત બોલમાં બે બાઉન્ડ્રી એક સિક્સર સાથે 16 રન બનાવ્યા હતા. દ.આફ્રિકાનો સ્કોર છ વિકેટે 187 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન માટે ઉમરઝાઈએ 41 રનમાં ત્રણ, રાશિદે 28માં બે અને ફારૂકીએ 32 રનમાં એક વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાને 188 રનના પડકારનો સામનો કરતા સારી શરૂઆત કરી હતી ખાસ કરીને રહમાનુલ્લાહ ગુરબાજ દ.આફ્રિકાના બોલર્સ પર હાવી થઈ ગયો હતો. જોકે સામા છેડે ઈબ્રાહિમ ઝરદાન (12) તેને મજબૂત ટેકો આપે એ પહેલાં નગીડીએ તેને બોલ્ડ કર્યો હતો જ્યારે નગીડીએ નબીનો વળતો કેચ ઝડપી લઈને અફઘાન ટીમને બીજો આંચકો આપ્યો હતો. બન્ને વિકેટ 51 રનના કુલ સ્કોર પર ગઈ હતી. રબાડાએ સદીકુલ્લાહ અટલને જેન્શનના હાથમાં ઝિલાવીને અફઘાન માટે વધુ મુશ્કેલી ઊભી કરી હતી. અફઘાને 5.2 ઓવરમાં તેની ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. મક્મતાપૂર્વક આગળ વધી રહેલા ગુરબાઝને ડારવીસ રસુલીએ સામા છેડે ટેકો આપ્યો હતો. ગુરબાજે તેના 50 રન 26 બોલમાં પૂરા કર્યા હતા તેણે બે બાઉન્ડ્રી અને પાંચ સિક્સર ફટકારી હતી.
મેચ અફઘાનિસ્તાન તરફ આગળ ધપી રહી હતી એવામાં શાનદાર આક્રમક બેટિંગ કરતો ગુરબાજ મહારાજના બોલે લિન્ડેના હાથમાં આબાદ ઝિલાઈ ગયો હતો તેણે 42 બોલમાં ચાર બાઉન્ડ્રી અને સાત સિક્સર સાથે 84 રન બનાવ્યા હતા. એ પછી તરત જ રસૂલી રન આઉટ થતાં મેચ ફરી દ.આફ્રિકાની તરફે વળી ગઈ હતી. લિન્ડેએ નબી (5)ને માકરામના હાથમાં આસાનીથી ઝિલાવીને અફઘાન માટે મુશ્કેલી વધારી હતી. ઉમરઝાઈ અને રાશિદ ટીમને વિજય તરફ દોરી જશે એમ લાગતું હતું ત્યાં ઉમરઝાઈ નગીડીના બોલે સિક્સર મારવાના પ્રયાસમાં બાઉન્ડ્રી લાઈન પર સ્ટબ્સના હાથમાં આબાદ ઝિલાઈ ગયો હતો. ઉમરઝાઈએ 17 બોલમાં ત્રણ બાઉન્ડ્રી સાથે 22 રન ઝૂડી કાઢ્યા હતા. એ પછી રાશિદ 12 બોલમાં ત્રણ બાઉન્ડ્રી સાથે 20 રન બનાવીને જેન્શનના બોલમાં મિડ ઓન પર મિલરના હાથમાં ઝિલાયો હતો. અફઘાનિસ્તાને છેલ્લી ઘડી સુધી લડતનો પ્રયાસ કર્યો હતો. જેન્શને રહેમાનને ખાતુ ખોલાવે એ પહેલા રન આઉટ કર્યો હતો. છ બોલમાં 13 રન બાકી હતા ત્યારે રબાડાના બોલ પર નૂર કેચ આઉટ થયો હતો પણ અમ્પાયલે નોબોલ આપતા અફઘાનની જીતવાની આશા ટકી હતી. અંતે રબાડાના ચોથા બોલે રન આઉટ થતાં મેચ ટાઈ પડતાં મેચ સુપર ઓવરમાં ગઈ હતી.
સુપર ઓવરમાં
અફઘાનિસ્તાન
1 બોલ નગીડી-ઉમરઝાઈ- 4
2 બોલ નગીડી- ઉમરઝાઈ – 6
3 બોલ નગીડી – ઉમરઝાઈ -1
4 બોલ નગીડી – ગુરબાઝ- 1
5 બોલ નગીડી – ઉમરઝાઈ – 4
6 બોલ નગીડી – ઉમરઝાઈ – 1
દ.આફ્રિકા
1 બોલ ફારૂકી- મિલર – 1
2 બોલ ફારૂકી- બ્રેવિસ – 6
3 બોલ ફારૂકી – બ્રેવિસ – કો. ગુરબાઝ- 06 (2)
4 બોલ ફારૂકી – સ્ટબ્સ – 4
5 બોલ ફારૂકી – સ્ટબ્સ – કેચ
6 બોલ ફારૂકી – સ્ટબ્સ – 6
સુપર ઓવર-2માં
દ.આફ્રિકા
1 બોલ અઝમત- સ્ટબ્સ – 6
2 બોલ અઝમત- સ્ટબ્સ – 1
3 બોલ અઝમત- મિલર – 2
4 બોલ અઝમત – મિલર – 6
5 બોલ અઝમત – મિલર – 6
6 બોલ અઝમત – મિલર – 2
અફઘાનિસ્તાન
1 બોલ મહારાજ- નબી – 0
2 બોલ મહારાજ – નબી કો.મિલર – 0 (2)
3 બોલ મહારાજ – ગુરબાઝ – 6
4 બોલ મહારાજ – ગુરબાઝ- 6
5 બોલ મહારાજ – ગુરબાઝ -6
6 બોલ મહારાજ – ગુરબાઝ -વાઈડ
7 બોલ મહારાજ – ગુરબાઝ – કો એન્ડ બો. 18 (4)
