નવા 7 ઉમેદવારોની યાદી આજકાલમાં જાહેર થઇ શકે, અનેક મોટા નેતાઓને મેદાનમાં ઊતરાય એવી શક્યતા
અમદાવાદ
લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત થઈ ચૂકી છે. તેનું ટાઈમટેબલ જાહેર થઈ ગયા બાદ પહેલા તબક્કાનું આજે નોટિફિકેશન પણ જાહેર થઇ ગયું છે. હવે આ વચ્ચે બાકીના ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની શક્યતાઓ વધી ગઇ છે. ગુજરાતમાં કોંગ્રેસે અગાઉ 7 ઉમેદવારો જાહેર કર્યા હતા અને અને હવે તેણે વધુ 7 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરી લીધાની ચર્ચા છે.
ગુજરાત લોકસભા બેઠકો માટે નવા 7 ઉમેદવારોની યાદી આજકાલમાં જાહેર થઇ શકે છે. તેમાં આણંદથી અમિત ચાવડા, પાટણથી ચંદનજી ઠાકોર, દાહોદથી પ્રભાબેન તાવિયાડ, ખેડાથી કાળુસિંહ ડાભી, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ અને સાબરકાંઠાથી તુષાર ચૌધરીને ચૂંટણી મેદાને ઉતારવામાં આવે તેવી ભરપૂર શક્યતા છે. જોકે હજુ આ મામલે કોઈ પુષ્ટી થઇ શકી નથી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે 7 બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા હતા. બે બેઠક આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને તેને પણ ફાળવી હતી. જ્યારે બીજી બાજુ ભાજપ 22 નામો જાહેર કરી ચૂક્યો છે અને તેણે પણ 4 ઉમેદવારોના નામ ફાઈનલ કરવાના બાકી છે.