કોઈ અધિકારી લાંચ માગે તો ઈંટ મારીને માથું ફોડી નાખોઃ અલી અમીન

Spread the love

ઈંટ મારતી વખતે મારુ નામ લેશો તો પણ ચાલશે, લાંચ માંગનારાઓને શરમ આવવી જોઈએ, જે લોકો  લાંચ માંગે છે તેમને સ્થળ પર જ સજા મળવી જોઈએ

ઈસ્લામાબાદ

પાકિસ્તાનમાં આમ જનતા ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓથી હેરાન પરેશાન છે ત્યારે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી અલી અમીને લોકોને ભ્રષ્ટાચાર સામે લડવા માટે નવો ઉપાય બતાવ્યો છે. 

અલી અમીને રાજ્યના ડેરા ઈસ્લામાઈલ ખાન વિસ્તારના એક ગામમાં સંબોધન દરમિયાન અજબ ગજબનો આઈડિયા લોકોને આપતા કહ્યુ કે, જો કોઈ અધિકારી તમારી પાસે લાંચ માંગે તો તેના માથામાં ઈંટ મારીને તેનુ માથુ ફોડી નાંખો, ઈંટ મારતી વખતે મારુ નામ લેશો તો પણ ચાલશે. લાંચ માંગનારાઓને શરમ આવવી જોઈએ. જે લોકો  લાંચ માંગે છે તેમને સ્થળ પર જ સજા મળવી જોઈએ. લોકોએ લાંચિયા અધિકારીઓને કોર્ટ કચેરીના ચક્કર કાપ્યા વગર જાહેરમાં જ પાઠ ભણાવવો જોઈએ. મારી સરકારમાં ભ્રષ્ટાચાર સ્હેજ પણ ચાલી નહીં લેવાય અને હું એક પારદર્શી સિસ્ટમ ઉભી કરીશ.

તેમણે આગળ કહ્યુ હતુ કે, ઈસ્લામની શિક્ષા પ્રમાણે લાંચ હરામ ગણાય છે. લાંચ આપનારા અને લેનારાને નરકની સજા મળવી જોઈએ.

ઉત્સાહમાં અને ઉત્સાહમાં અલી અમીને લોકોને આવી સલાહ તો આપી દીધી છે પણ હવે તેમના નિવેદનની ટીકા પણ થઈ રહી છે. વિરોધીઓ દ્વારા હવે તેમના પર લોકોને ભડકાવવા અને ઉકસાવવા માટેનો આરોપ લગાવી રહ્યા છે. ટીકાકારોનુ કહેવુ છે કે, નાગરિકોને સ્થળ પર જ ન્યાય કરવા માટે હિંસાનો સહારો લેવા માટે મુખ્યમંત્રીએ પ્રોત્સાહન આપ્યુ છે. તેના કારણે રાજ્યમાં અરાજકતા ફેલાશે અને બદલો લેવા માટેના કલ્ચરને પ્રોત્સાહન મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *