હુ-મારા બાળકો મોઢું ખોલીશું તો અનેકનાં સત્તાનાં સપનાં ચૂર-ચૂર થઈ જશેઃ સીતા સોરેન

Spread the love

જામા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય સીતા સોરેને નામ લીધા વિના હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન પર જોરદાર નિશાન સાધ્યુ

રાંચી

ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોર્ચાના પ્રમુખ શિબૂ સોરેનના મોટા પુત્રવધૂ અને જામા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય સીતા સોરેને ભાજપમાં સામેલ થયા બાદ નામ લીધા વિના હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન પર જોરદાર નિશાન સાધ્યુ છે. તેમણે બુધવારે સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ખૂબ આકરા શબ્દોમાં સાત પોસ્ટ કરી.

સીતા સોરેને ચેતવણી ભર્યા શબ્દોમાં લખ્યુ, ઝારખંડ અને ઝારખંડવાસીઓ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર સ્વર્ગીય દુર્ગા સોરેનજીનું નામ આપીને મગરના આંસુ વહાવનાર લોકોને વિનંતી છે કે મારા મોઢામાં આંગળી ન નાખો નહીંતર મે અને મારા બાળકોએ મોઢુ ખોલીને ભયાવહ હકીકત બહાર પાડી તો કેટલાયનું રાજકીય અને સત્તાના સુખનું સપનુ ચૂર-ચૂર થઈ જશે અને ઝારખંડની જનતા એવા લોકોના નામ પર થૂંકશે જેમણે હંમેશાથી દુર્ગા સોરેન અને તેમના લોકોનો નાશ કરવાનું ષડયંત્ર રચ્યુ છે. 

હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેને બુધવારે સવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને સીતા સોરેનના પતિ સ્વ.દુર્ગા સોરેનના સંઘર્ષ અને હેમંત સોરેનથી તેમના આત્મીય સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્વ.દુર્ગા સોરેન અને હેમંત સોરેનની તસવીર પણ શેર કરી હતી. હવે સીતા સોરેને કલ્પનાનું નામ લીધા વિના તેમની પર જોરદાર પલટવાર કર્યો છે.

કલ્પના સોરેને પોતાના ટ્વીટર પર લખ્યુ છે મારા પતિ સ્વર્ગીય દુર્ગા સોરેનજીના નિધન બાદથી મારા અને મારા બાળકોના જીવનમાં જે પરિવર્તન આવ્યુ તે કોઈ ભયાવહ સપનાથી ઓછુ નહોતુ. મને અને મારી પુત્રીઓને ન માત્ર ઉપેક્ષિત કરવામાં આવ્યા, પરંતુ અમને સામાજિક અને રાજકીય રીતે પણ અલગ કરી દેવામાં આવ્યા. ભગવાન જાણે છે કે મે આ સમયમાં મારી પુત્રીઓનો કેવી રીતે ઉછેર કર્યો છે. મને અને મારી પુત્રીઓને તે સ્થળમાં છોડી દેવામાં આવ્યા. જ્યાંથી બહાર નીકળી શકવુ અમારા માટે અશક્ય લાગી રહ્યુ હતુ. મે ન માત્ર એક પતિ ગુમાવ્યો પરંતુ એક માતા-પિતા, એક સાથી અને તેનો સૌથી મોટો સમર્થક પણ ગુમાવ્યો.

સીતા સોરેને પોતાના રાજીનામાના કારણને સ્પષ્ટ કરતા આગલી પોસ્ટમાં લખ્યુ, મારા રાજીનામા પાછળ કોઈ રાજકીય કારણ નથી. આ મારી અને મારી પુત્રીઓની પીડા, ઉપેક્ષા અને અમારી સાથે થયેલા અન્યાય સામે એક અવાજ છે. જે ઝારખંડ મુક્તિ મોર્ચાને મારા પતિએ પોતાની મહેનતથી આગળ વધાર્યુ, તે પાર્ટી આજે પોતાના મૂલ્યો અને કર્તવ્યોથી ભટકી ગઈ છે. 

ભાજપ નેતાએ આગળ લખ્યુ, મારા માટે આ માત્ર એક પાર્ટી નથી પરંતુ મારા પરિવારનો એક ભાગ હતો. મારો નિર્ણય ભલે દુ:ખદાયી હોય પરંતુ આ જરૂરી હતુ. મે સમજી લીધુ છે કે પોતાના આત્માનો અવાજ સાંભળવો અને પોતાના આદર્શો પ્રત્યે સત્ય રહેવુ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. હુ સમસ્ત ઝારખંડ વાસીઓને વિનંતી કરુ છુ કે મારા રાજીનામાને એક વ્યક્તિગત સંઘર્ષ તરીકે જુઓ કોઈ રાજકીય ચાલ તરીકે નહીં. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *