આર્થિક તંગીથી કંટાળી બે સગાભાઈએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

Spread the love

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા બે સગા ભાઈઓએ અનાજમાં નાખવાની  દવા પીને મોતને વહાલું કરી લીધું

સુરત

ગુજરાતમાં આર્થિક તંગીને કારણે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સુરતમા વધુ એક આપઘાતની ઘટના બની છે જેમાં બે સગા ભાઈઓએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા બે સગા ભાઈઓએ અનાજમાં નાખવાની  દવા પીને મોતને વહાલું કરી લીધું છે. બંને ભાઈઓએ આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું કહેવાય રહ્યું છે.  પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર બંને ભાઈઓના નામ હિરેન સુતરિયા અને પરીક્ષિત સુતરીયા હોવાનું જાણવા મળ્યું છે. બંને ભાઈઓ હીરા ઘસવાનું કામ કરતા હતા. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે લોનના હપ્તા નહીં ભરાતા બંને ભાઈઓએ આ પગલું ભર્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *