એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે વ્હીકલ લોન્સ માટે ડિજિટલ કસ્ટમર ઓનબોર્ડિંગમાં પરિવર્તન લાવવા સેલ્સફોર્સ સાથે જોડાણ કર્યું

Spread the love

આ સહયોગ બેંકના વ્હીકલ લોન ગ્રાહકોની સફર સુગમ બનાવશે

મુંબઈ

સીઆરએમ સોલ્યુશન્સમાં ગ્લોબલ લીડર સેલ્સફોર્સે ભારતની અગ્રણી એસએફબી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક (એયુ એસએફબી) સાથે તેના વ્હીકલ લોન ગ્રાહકો માટે એડવાન્સ્ડ ડિજિટલ કસ્ટમર ઓનબોર્ડિંગ સોલ્યુશન્સનો અમલ કરવા માટ સહયોગ કર્યાની જાહેરાત કરી છે. આ ભાગીદારી ટેક્નોલોજી અપનાવવા, ગ્રાહક સાથેના જોડાણને વધારવા તથા ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટેની એયુ એસએફબીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સેલ્સફોર્સનો લાભ લઈને એયુ એસએફબી રિલેશનશિપ ઓફિસર્સ અને બિઝનેસ મેનેજર્સની જરૂરિયાતો પૂરી કરવા માટે ફુલ્લી ડિજિટાઇઝ્ડ સોલ્યુશન્સ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ જોડાણ સાથે બેંક એક જ પ્લેટફોર્મ પર ક્રેડિટ અને ઓપરેશન્સની ગ્રાહકની સમગ્ર કામગીરીને સાથે લાવશે. આનાથી વિવિધ ડિજિટલ ચેનલ પર ગ્રાહકો મેળવવા તથા ટર્નઅરાઉન્ડ ટાઈમ (ટીએટી) ઘટાડવામાં મદદ મળશે. બેંક તેના હાલના એપીઆઈ સ્ટેકનો ઉપયોગ કરવા, મેન્યુઅલ ડેટા એન્ટ્રી ઘટાડવા અને ડેટા વેલિડેશનને સ્ટ્રીમલાઇન કરવા માટે સેલ્સફોર્સનો ઉપયોગ કરી રહી છે.

સેલ્સફોર્સ સાથે સહયોગ સાધતા એયુ એસએફબી એડવાન્સ્ડ રિપોર્ટિંગ ક્ષમતાઓના ઇન્ટિગ્રેશન દ્વારા ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવાનો પણ ધ્યેય રાખે છે. આમાં અંડરરાઇટિંગ ક્રેડિટ નિર્ણયો, ડેટા અને ડોક્યુમેન્ટ્સ વેરિફાઇ કરવા તથા યુઝર્સ માટે રિયલ-ટાઇમ ડેશબોર્ડ ડિલિવર કરવા માટે પ્રોસેસીસને સ્ટ્રીમલાઇન કરવાનો સમાવેશ થાય છે જેનાથી પેપરલેસ વર્કફ્લોમાં સરળ ટ્રાન્ઝિશન થશે. આ સહયોગ હેઠળ નવા ફીચર્સ તથા પોલિસી લાવવા માટે તથા પડકારોના નિરાકરણ માટે પણ કામ કરાશે.

આ ભાગીદારી અંગે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના રિટેલ એસેટ્સના હેડ ભાસ્કર કરકેરાએ જણાવ્યું હતું કે “અમારી સૌથી જૂની અને સૌથી મજબૂત પ્રોડક્ટ્સ પૈકીની એક વ્હીકલ લોન્સ માટે ગ્રાહકોની સફરને ડિજિટાઇઝ કરવામાં અમારા ભાગીદાર તરીકે સેલ્સફોર્સનું સ્વાગત કરતા અમે આનંદ અનુભવીએ છીએ. એયુ એસએફબી ખાતે ગ્રાહક કેન્દ્રિતતા અમારા તમામ પ્રયાસોમાં મુખ્ય સ્થાન ધરાવે છે અને સેલ્સફોર્સ સાથેનો અમારો સહયોગ આ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ સહયોગ ન કેવળ અમારી પ્રોડક્ટિવિટીમાં વધારો કરશે પરંતુ ગ્રાહકના અનુભવને એકદમ નવા જ સ્તરે લઈ જશે. આ ઇનોવેશન ટેક્નોલોજી અપનાવવા કરતાં ઘણું આગળ જાય છે. તે અમને ઝડપથી વિકસી રહેલા નાણાંકીય ક્ષેત્રમાં ટેક્નોલોજીના વધી રહેલા ઉપયોગની બાબતે સ્પર્ધાત્મક રીતે આગળ રાખશે. આ એન્ડ ટુ એન્ડ ડિજિટલ ઓન-બોર્ડિંગ એપ ઓટો ડીલર્સ, અમારા સેલ્સ ઓફિસર્સ, બેક-ઓફિસ ટીમ અને સૌથી મહત્વના એવા ગ્રાહકો સહિતની સમગ્ર વેલ્યુ ચેઇનમાં હિસ્સેદારોને લાભકર્તા રહેશે.”

સેલ્સફોર્સ ઈન્ડિયાના સેલ્સના મેનેજિંગ ડિરેક્ટર અરૂણ કુમાર પરમેશ્વરને જણાવ્યું હતું કે “આજે ટેક્નોલોજી બેંકિંગમાં નવીનતાઓ માટે અભૂતપૂર્વ તકો રજૂ કરે છે. સેલ્સફોર્સમાં અમે સમજીએ છીએ કે વિશ્વાસ, ડિજિટાઇઝેશન અને પર્સનલાઇઝેશન આ નવીનતાઓમાં ખૂબ જ મહત્વના છે. નાણાંકીય સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓએ તેમના ગ્રાહકોની પસંદગીઓ સંતોષવી પડે છે અને તેમને એન્ડ-ટુ-એન્ડ અનુભવ પૂરો પાડવો જ પડે છે. આ સહયોગ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેક્ટરમાં નવીનતા અને અસરકારકતા લાવવામાં સેલ્સફોર્સની શક્તિ દર્શાવે છે. અમે એયુ એસએફબીની ડિજિટલ પરિવર્તનકારી સફર માટે તેમની સાથે સહયોગ સાધતા રોમાંચ અનુભવીએ છીએ અને બિઝનેસમાં સફળતા મેળવવા માટે એયુ એસએફબીને સપોર્ટ કરવા માટે આતુર છીએ.”

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *