અમદાવાદ
અમદાવાદના નીકોલ ખાતે ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક બેંક ઓફ મહારાષ્ટ્રની ગુજરાતની 102મી અને અમદાવાદ ઝોનલની 60મી, નીકોલ શાખાનો બેંક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આશિષ પાંડેની ઉપસ્થિતિમાં આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદ ઝોનલ મેનેજર મિથિલેશકુમાર પાંડે, તેમજ નીકોલ બ્રાન્ચ મેનેજર શ્રી રોહિત સ્વામી સહિત બેંક ઓફ મહારાષ્ટ્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ અને બેંકના આદરણીય ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ આજરોજ શહેરમાં આવેલા એસ જી હાઈવે ખાતે બેંક ઓફ મહારાષ્ટ્રના અમદાવાદ ઝોનલના નવા કાર્યાલયનું પણ ઉદઘાટન કર્યુ હતું.
નીકોલ ખાતેની અમદાવાદ ઝોનલની 60મી બ્રાન્ચના ઉદ્ઘાટન સમારંભ બાદ, આશિષ પાંડેએ જણાવ્યું હતું કે ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. જેથી આજે નીકોલ ખાતેની નવી શાખાનું ઉદ્ઘાટન તેમજ અમદાવાદ ઝોનલના નવા કાર્યાલયનું પણ ઉદઘાટન કરવાનો ગર્વ છે. બેંક ઓફ મહારાષ્ટ્ર તેના ગ્રાહકોને સીમલેસ બેંકિંગ અનુભવો પહોંચાડવા માટે નવીનતા અને ટેકનોલોજીનો લાભ લેવા પ્રતિબદ્ધ છે. નીકોલ, શાખાનું ઉદ્ઘાટન, તેની હાજરીને મજબૂત કરવા અને વિવિધ સમુદાયોની બેંકિંગ જરૂરિયાતોને પૂરી કરવા માટે બેંકના અતૂટ સમર્પણને રેખાંકિત કરે છે. તેમજ સમયની માંગ અનુસાર બેંક ઓફ મહારાષ્ટ્રનું અમદાવાદ ઝોનલનું નવું કાર્યાલય રિઝર્વ બેંકના નિયમો અનુસાર અદ્યતન ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યાલયમાં ગ્રાહકોની અને બેંકના કર્મચારીઓને લગતી તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે.