હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રી રામનવમી મહોત્સવ

Spread the love

હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્રારા તા. 17 એપ્રિલ, 2024 બુધવારના રોજ ભગવાન શ્રી રામચંદ્રના અયોધ્યાના રાજા દશરથ અને તેમના પત્ની કૌશલ્યાના ત્યાં થયેલ દિવ્ય અવતરણની યાદગીરીરૂપે શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેનો આશરે 10,000 કરતા પણ વધુ ભકતોએ લાભ લીધો હતો.

શ્રધ્ધાળુ ભક્તોએ આખા દિવસ દરમ્યાન ઉપવાસ રાખ્યો હતો અને ભગવાન શ્રીરામના પવિત્ર નામનું રટણ કરીને તેમજ રામાયણ સાંભળીને ભગવાન શ્રીરામનું સ્મરણ કર્યુ હતું. આ ઉત્સવ દરમ્યાન હરે કૃષ્ણ મંદિર, ભાડજમાં ભગવાન શ્રી શ્રી રાધા માધવની મૂર્તિઓને વિશેષ અંલકારથી શણગારવામાં આવ્યા હતા. ઉત્સવના વિશેષ ભાગરૂપે મંદિરમાં અતિસુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું.

ભગવાન શ્રી શ્રી સીતા રામને ભવ્ય પાલકીમાં મંદિરના પરિસરમાં વિહાર કરાવવામાં આવ્યા હતા જયારે ભકતો ભગવાન શ્રીરામના પવિત્ર નામનું ગાન કરતા સંકિર્તન ગાઈને જોડાયા હતા. ત્યારબાદ સૌ ભક્તોએ શ્રી રામ અષ્ટોત્તર શત્ નામ (108 નામ) તથા અન્ય વૈદિક મંત્રઘોષ કરતા શ્રી રામ તારક યજ્ઞ કર્યો હતો. અંતમાં, મહા આરતી ઉતારવામાં આવી જે દરમ્યાન સૌ ભકતોએ શ્રી નામ રામાયણજેમાં સંપૂર્ણ રામાયણને ગીતરૂપે નિરૂપાવામાં આવી છે તેનું ગાન કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *