અમદાવાદ
અંડર વોટર સ્પોર્ટસ એસોસિએશન ગુજરાત દ્વારા બીજી અમદાવાદ જિલ્લા ફિન સ્વિમિંગ સ્પર્ધાના સિનિયર એ ગ્રુપમાં સુરજ શાહે ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા. ગુજરાત વિદ્યાપીઠ સ્વિમિંગ પુલ આશ્રમ રોડ ખાતે યોજાયેલી સ્પર્ધામાં 80થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બિ-ફિનસ્વિમિંગ, સરફેસ સ્વિમિંગ, અપનીઆ સ્વિમિંગ અને ઈમરસન સ્વિમિંગ કેટગરીમાં વિવિધ વય જૂથના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સિનિયર એ ગ્રુપમાં સુરજ શાહે ચાર ગોલ્ડ. અર્નવ કુનાલ હેન્દ્રેએ એક ગોલ્ડ અને એક સિલ્વર, સાક્ષી ચૌરાએ ત્રણ ગોલ્ડ, જુનિયર બી ગ્રુપમાં અનુરાગ ગોન્ડે ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર, પ્રથમ તોમરે ત્રણ ગોલ્ડ રીતીશા પરીખે બે ગોલ્ડ, જુનિયર ડી ગ્રુપમાં કંદર્પ ત્રિવેદીએ ચાર ગોલ્ડ,અરાઈના શાહે એક ગોલ્ડ, બે સિલ્વર અને ક બ્રોન્ઝ, બંસરી પટેલે એક ગોલ્ડ, એક સિલ્વર અને માસ્ટર વીઓ ગ્રુપમાં તોફીક મેમને ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા.
શું છે ફિનસ્વિમિંગ?
સામાન્ય સ્વિમિંગથી જુદી પ્રકારની આ સ્પર્ધા અત્યંત રસપ્રદ છે. આ સ્પર્ધામાં સ્પર્ધકે અંડર વોટર (પાણીની અંદર) સ્વિમિંગ કરવાનું હોય છે. દરેક સ્પર્ધકને આના માટે યોગ્ય સાધનો પણ પૂરા પાડવામાં આવે છે. આમાં સામાન્ય સ્વિમિંગ કરતા વધુ પડકારનો સામનો કરવાનો હોય છે.