વડોદરા
ભારતમાં અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ કંપની ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિક્લ્સ લિમીટેડ (ક્રોમ્પ્ટન)એ તેની વડોદરા ખાતેની ઉત્પાદન સવલતમાં બિલ્ટ-ઇન-કિચન એપ્લાન્યસીસના ઉત્પાદન અને એસેમ્બલી ઓપરેશન્સના પ્રારંભની ઘોષણા કરી હતી.
23 એકર્સમાં ફેલાયેલી આ સવલત ક્રોમ્પ્ટનના ‘મેક ઇન ઇન્ડિયા’ની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે અને કંપનીને ઉપભોક્તાઓને પોતાના નવીન પ્રોડક્ટ પોર્ટફોલિયો વધુ અસરકારક રીતે પૂરો પાડવા સશક્ત બનાવે છે. આ બાબત કંપનીની ગુણવત્તા અને ઓપરેશનલ શ્રેષ્ઠતાને આગળ ધપાવવા માટે ઇન-હાઉસ ઉત્પાદન સવલતમાં રોકાણ કરવાની વ્યૂહરચના સાથે મેળ ખાય છે. અદ્યતન સવલતમાં ચડીયાતી ક્ષમતાઓ અને ડિજીટલ પ્રક્રિયાનો સમાવેશ કરાયો છે જેથી કાર્યક્ષમતા અને ગુણવત્તાને મહત્તમ બનાવી શકાય. નવી એસેમ્બલી લાઇન્સ ન્યૂનતમ ચેન્જઓવર ટાઇમ ધરાવે છે જે અંતરાયમુક્ત સંક્રાંતિને સક્ષમ બનાવે છે અને ડાઉનટાઇમને દૂર કરે છે. અદ્યતન એસેમ્બલી પ્રોસેસ અને ફીચર્સથી જેમ કે ઇન-બિલ્ટ Poka-Yoke (ક્ષતિમુક્ત) અને ઓટોમેટેડ નિરીક્ષણ સિસ્ટમથી સજ્જ છે જેથી ઉચ્ચ ગુણવત્તા ધોરણો સુનિશ્ચિત કરી શકાય.
ઉત્પાદન માળખાને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને વડોદરા ગુજરાતમાં ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ લિમીટેડની નેતૃત્વ ટીમની હાજરીમાં ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.
માળખાના ઉદઘાટન સમયે બોલતા એમડી અને સીઇઓ પ્રોમીત ઘોષએ જણાવ્યું હતુ કે, “કિચન એ ક્રોમ્પ્ટન માટે એક વ્યૂહાત્મક જગ્યા છે અને તે અમારી ભવિષ્યની વૃદ્ધિ માટે અગત્યનું ચાલક રહેશે. વડોદરાનું માળખુ ચડીયાતી ગુણવત્તાવાળી ‘મેઇડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ્સ પ્રદાન કરવાની અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવશે. નવીનતા પર ભાર મુકવાની સાથે શ્રેષ્ઠ ઉત્પાદન અને ગ્રાહક સંતોષ દ્વારા આ સવલત શ્રેષ્ઠ ગુણવત્તા અને સુંદરતા સાથે આધુનિક યુગના કિચન એપ્લાન્યસીસને લાવવામાં અગત્યનો ભાગ ભજવશે તેવો અમને આત્મવિશ્વાસ છે.”
ગુણવત્તાયુક્ત ઓફરિંગ્સ પર પ્રકાશ પાડતા મેન્યુફેક્ચરીંગ, પ્લાનીગ અને લોજિસ્ટિક્સના વડા પ્રવિણ સરાફએ જણાવ્યું હતુ કે “અમે નવી ઉત્પાદન સવલત લોન્ચ કરતા ખુશી અનુભવીએ છીએ જે ફક્ત અમારી ઉત્પાદન ક્ષમતાઓમાં જ વધારો કરશે એટલુ જ નહી પરંતુ ગુણવત્તા અને નવીનીકરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ બળ આપશે. આ એડવાન્સ્ડ ટેકનોલોજીસનું અમલીકરણ ક્રોમ્પ્ટનની શ્રેષ્ઠ ગુણવત્તાવાળા કિચન એપ્લાન્યસીસ પૂરા પાડવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
બિલ્ટ-ઇન-કિચન એપ્લાન્યસીસના બિઝનેસ વડા નિતેશ માથુરએ જણાવ્યુ હતુ કે,“ક્રોમ્પ્ટન તેના લક્ષ્યાંકિત ઉપભોક્તા સેગમેન્ટની ઊંડી સમજણ ધરાવે છે અને વિવિધ પ્રોડક્ટ રેન્જ પ્રદાન કરવા તરફે પ્રતિબદ્ધ છે. ચડીયાતી ગુણવત્તા અને અમારા સફળ બિઝનેસ મોડેલ સ્થિતિ તેમજ બિઝનેસને આગળ લઇ જવા માટે અમે અર્થપૂર્ણ મૂલ્ય દરખાસ્ત પૂરુ પાડવા પર ફોકસ ભાર મુક્યો છે. આ સવલત વધુમાં અમારી ક્ષમતે વધુ મજબૂત બનાવશે અને અમારી લાંબાગાળાની મહત્ત્વાકાંક્ષા અનુસાર વધુ બજાર હિસ્સો મેળવવા માટે સક્ષમ બનાવશે.”