રાજસ્થાન સામેની મેચમાં એવું તો શું બન્યું કે રવીન્દ્ર જાડેજાએ ગુસ્સામાં મેદાન છોડ્યું

Spread the love


રવિન્દ્ર જાડેજાને ઓબ્સ્ટ્રકટિંગ ધ ફિલ્ડ આઉટ આપવામાં આવતા સ્ટાર ખેલાડી ગુસ્સે થઈ ગયો
આઈપીએલમાં કોઈ બેટ્સમેનને આ રીતે આઉટ આપવામાં આવ્યો હોય એવી ત્રીજી ઘટના
નવી દિલ્હી IPL 2024માં, ચેન્નાઈ સુપર કિંગ્સનો ઘરઆંગણે રાજસ્થાન રોયલ્સનો સામનો થયો હતો. આ મેચમાં રાજસ્થાનની ટીમે પ્રથમ બેટિંગ કરીને 142 રન બનાવ્યા હતા. ચેન્નાઈ રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી અને પછી તેમની ઈનિંગ દરમિયાન કંઈક એવું બન્યું જે સામાન્ય રીતે ક્રિકેટમાં જોવા મળતું નથી. ચેન્નાઈના બેટ્સમેન રવિન્દ્ર જડેજાને મેદાનમાં અવરોધ ઉભો કરવા બદલ (Obstructing the field out) આઉટ આપવામાં આવ્યો હતો. જાડેજાએ ખૂબ જ ગુસ્સામાં મેદાન છોડી દીધું હતું.
16મી ઓવરના પાંચમા બોલ પર જાડેજાએ અવેશ ખાનના ઓફ સ્ટમ્પની બહાર થર્ડ મેન તરફ બોલ રમ્યો હતો. જાડેજાએ રન લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાયકવાડે તેને પરત મોકલી દીધો હતો. આ દરમિયાન રાજસ્થાનના વિકેટકીપર સંજુ સેમસને બોલ ઉપાડીને ફેંક્યો હતો. પરંતુ ત્યારબાદ જાડેજા બોલ થ્રોની વચ્ચે આવ્યો હતો. રાજસ્થાને મેદાનમાં અવરોધ કરવા બદલ અપીલ કરી અને ત્રીજા અમ્પાયરે તેને આઉટ આપ્યો.
આ કિસ્સામાં અમ્પાયર જુએ છે કે બેટ્સમેન જાણીજોઈને થ્રોની વચ્ચે આવ્યો છે કે નહીં. જ્યારે અમ્પાયરે રિપ્લે જોયો ત્યારે તેણે જોયું કે જાડેજાએ સેમસનને બોલ થ્રો કરતા જોયો હતો અને તે જાણતો હતો કે બોલ ક્યાં જવાનો છે. પછી તેણે વળતી વખતે બોલનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો. આ જોઈને અમ્પાયરે જાડેજાને મેદાનમાં અવરોધ કરવા બદલ આઉટ આપ્યો હતો. જો કે, જાડેજાને આ પસંદ ન આવ્યું અને તે ખૂબ જ ગુસ્સામાં મેદાનની બહાર નીકળી ગયો. IPLમાં જાડેજાને આ રીતે પ્રથમ વખત આઉટ આપવામાં આવ્યો છે.

આ પહેલા 2013ના સત્રમાં પીડબ્યુઆઈ સામેની મેચમાં કેકેઆરના યુસુફ પઠાણ અને 2019ના સત્રમાં એસઆરએચ સામેની મેચમાં ડીસીના અમિત મિશ્રાને પણ આ પ્રકારે જ આઉટ આપવામાં આવ્યા હતા.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *