બડા હિંદુ રાવ, સંજય ગાંધી હોસ્પિટલ, જાનકી દેવી હોસ્પિટલ અને બુરારી હોસ્પિટલને આ સંબંધમાં મેલ મળ્યો

નવી દિલ્હી
દિલ્હીની ઘણી હોસ્પિટલોને બોમ્બની ધમકી મળી છે. આ અંગે હોસ્પિટલોને મેઈલ મળ્યા છે. બડા હિંદુ રાવ, સંજય ગાંધી હોસ્પિટલ, જાનકી દેવી હોસ્પિટલ અને બુરારી હોસ્પિટલને આ સંબંધમાં મેલ મળ્યો છે. આ માહિતી પોલીસને આપવામાં આવી છે.
મામલાની માહિતી મળતા જ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં હોસ્પિટલમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. દિલ્હી પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ સ્ક્વોડની ટીમો આ હોસ્પિટલો પહોંચી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર રવિવાર રજા હોવાના કારણે હોસ્પિટલના એડમિન બ્લોકમાં મોડેથી મેઈલની માહિતી મળી હતી. મેઈલની જાણ થતાં જ ડાયરેક્ટર, અન્ય અધિકારીઓ અને ડોક્ટરો પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જીટીબી હોસ્પિટલમાં નાસભાગ ન થાય અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે દર્દીઓ અને એટેન્ડન્ટ્સને આ અંગે જાણ કરવામાં આવી નથી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસ કરી રહી હતી.
હોસ્પિટલોને ધમકીભર્યો મેલ મળ્યો:
જીટીબી હોસ્પિટલ, દિલશાદ ગાર્ડન
સંજય ગાંધી હોસ્પિટલ, મંગોલપુરી
જાનકી દેવી હોસ્પિટલ, શાદીપુર
બડા હિન્દુ રાવ હોસ્પિટલ, મલ્કાગંજ
ESIC હોસ્પિટલ, બસાઈ દારાપુર
જનકપુરી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, જનકપુરી
એનસી જોશી મેમોરિયલ હોસ્પિટલ, કરોલ બાગ
તાજેતરમાં દિલ્હી-એનસીઆરની ઘણી શાળાઓને બોમ્બની ધમકી મળી છે. બાદમાં પોલીસે તેને અફવા ગણાવી હતી. ધમકીભર્યો મેલ મળતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, કોઈપણ શાળામાંથી વિસ્ફોટક સામગ્રી મળી ન હતી અને ગૃહ મંત્રાલયે આ મામલાની તપાસના આદેશો જારી કર્યા હતા. સાયબર એક્સપર્ટ્સે કહ્યું હતું કે આવા મેલ રશિયન સર્વરથી મોકલવામાં આવી રહ્યા છે.