આષાઢી સુદ બીજના પ્રસંગે, તા. 20 જૂન 2023, મંગળવારના રોજ, હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ભગવાન શ્રી શ્રી રાધા માધવની ભવ્ય રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મંદિર દ્વારા આ રથ યાત્રા છેલ્લા 9 વર્ષોથી આયોજન કરવામાં આવે છે.
હરે કૃષ્ણ મંદિર માં આ ઉત્સવ ની શરૂવાત જય જગન્નાથ, બલદેવ, સુભદ્રાના મંત્રોચાર સાથે શ્રી શ્રી રાધા માધવના વિશેષ શૃંગાર દર્શન સાથે થયો. શ્રી જગન્નાથ, બલદેવને મનભાવતા ખાદ્યપદાર્થોનો વિશેષ ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો અને તે પછી તેને ભક્તોમાં વહેંચવામાં આવ્યું હતું.સંપૂર્ણ મંદિર વિભિન્ન પ્રકારના ફૂલો થી સુસજ્જિત કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન મંદિરના ભક્તો દ્વારા શ્રી જગન્નાથ, બલદેવ અને સુભદ્રા ભગવાન ના ભજન અને કીર્તન કર્યા હતા.
ઉત્સવ ના ભાગરૂપે, ભગવાન શ્રી જગન્નાથ, બલદેવને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા અને વિશેષરથમાં મંદિર ના નજીક ના વિસ્તારોમાં એક ભવ્ય સવારી પર લઇ જવામાં આવ્યા.હજારો ભક્તોએ ભગવાન જગન્નાથના પવિત્ર નામનો ઉચ્ચારણ કર્યો અને હર્ષોલ્લાસ સાથે રથ ખેંચ્યો હતો. સંપૂર્ણ રથ યાત્રા ના માર્ગ માં ભક્તોને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું. હરિનામ સંકીર્તનમાં બધા જ ભક્તો લિન થઇને આનંદથી નાચી રહ્યા હતા.
પવિત્ર ગ્રંથો જણાવે છે
‘રથે ચ વામનં દૃષ્ટ્વા પુનર જન્મ ન વિદ્યતે’ – જે ભગવાનને રથ પર જુએ છે તે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી શકે છે.’