હેરિટેજ સિટી ટાઇટન્સે કર્ણાવતી કિંગ્સ સામે વિજય મેળવ્યો

Spread the love

CPLની ક્વોલિફાયર 1ની મેચ રોમાંચક બની

અમદાવાદ

હેરિટેજ સિટી ટાઇટન્સે SGVP ગ્રાઉન્ડ્સ ખાતે યોજાયેલી ક્રિકેટ પ્રીમિયર લીગની ક્વોલિફાયર 1 મેચમાં કર્ણાવતી કિંગ્સ પર વિજય મેળવ્યો હતો. હેરિટેજ સિટી ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. કર્ણાવતી કિંગ્સ 20 ઓવરમાં 7 વિકેટે 163 રન બનાવી શકી હતી. જેમાં વિકેટકીપર પ્રિયેશ પટેલે 62 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી ધમાકેદાર 92 રન બનાવ્યા હતા.સુજલ જિવાનીએ 14 બોલમાં 22 રન ફટકારીને કર્ણાવતી કિંગ્સના સ્કોરને 20 ઓવર બાદ 7 વિકેટે 163 રન બનાવ્યા હતા.

જવાબમાં, હેરિટેજ સિટી ટાઇટન્સ તરફથી કેપ્ટન ઉર્વીલ પટેલે વિસ્ફોટક બેટિંગ કરતા માત્ર 17 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સહિત 44 રન બનાવ્યા. અહાન પોદ્દારે 42 બોલમાં 5 બાઉન્ડ્રી ફટકારીને 43 રન બનાવ્યા હતા. આર્યન કમલીએ 19 બોલમાં ઝડપી 32 રન કરીને ટીમને વિજય અપાવ્યો હતો.

જીસીએની પસંદગી સમિતીના અધ્યક્ષ કિરાટ દામાણીએ ઉર્વિલ પટેલને મેન ઓફ ધ મેચનો ખિતાબ એનાયત કર્યો હતો. હેરિટેજ સિટી ટાઇટન્સની ટીમ માલિક શાહે ઉર્વીલ પટેલને રૂ.10,000નો ચેક અર્પણ કર્યો હતો.

ટૂંકો સ્કોર

કર્ણાવતીકિંગ્સ (20 ઓવરમાં 163/7) પ્રિયેશપટેલઃ 62 બોલમાં 92 રન,ચિંતનગજાઃ 32 રનમાં 2 વિકેટ

હેરિટેજ સિટી ટાઇટન્સ (19.2 ઓવરમાં 167/5) મેન ઓફ ધ મેચ ઉર્વીલ પટેલઃ 17 બોલમાં 44 રન, અહાન પોદ્દારઃ 42 બોલમાં 43 રન, આર્યન કામલીઃ 19 બોલમાં 32 રન, દ્રુષાંત સોની: 33 રનમાં 3 વિકેટ.

Total Visiters :291 Total: 1501711

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *