ફ્લિપકાર્ટએ ભારતીય રમકડા ઉત્પાદકોને સમર્થ કરવા તથા વૈશ્વિક સ્પર્ધાત્મક્તા વધારવા ડીપીઆઇઆઇટી સાથે સહયોગ કર્યો

Spread the love
  • ફ્લિપકાર્ટ એ ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)ના સહયોગથી વૈશ્વિક રમકડા પૂરવઠા ચેઇન ઉદ્યોગમાં ભારતની સ્થિતિ અને ક્ષમતાને વધારવાના હેતુથી વર્કશોપનું આયોજન કર્યું હતું.
  • સમગ્ર ભારતના હજારો રમકડા ઉત્પાદકોએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો
  • ડીપીઆઇઆઇટી અને ફ્લિપકાર્ટના સહયોગથી ભારતનો રમકડા ઉદ્યોગ વિકાસ અને નવા યુગની શરૂઆત કરવાનો વાયદો કરે છે

નવી દિલ્હી

ભારતને એક “ટોય એક્સપોર્ટ હબ”નું સ્થાન અપાવવાના હેતુ સાથે ફ્લિપકાર્ટ, ભારતની હોમગ્રોન ઇકોમર્સ માર્કેટપ્લેસ અને ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી) એ સહયોગમાં એક વર્કશોપનું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ, વૈશ્વિક રમકડા પૂરવઠા ચેઇનમાં ભારતની ક્ષમતાને આગળ વધારવાનો છે. આ વર્કશોપમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરતા નવીન અને સારી-ગુણવત્તા ધરાવતા રમકડાનું ઉત્પાદન કરવા માટે સ્થાનિક ઉત્પાદકોની અપસ્કીલિંગ અને રિસ્કીલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ભારતને રમકડાના વૈશ્વિક ઉત્પાદકિય હબ બનાવવાના અનુસંધાનમાં, સરકારે રમકડા માટે સમાવિષ્ટ નેશનલ એક્શન પ્લાન ફોર ટોયસ (એનએપીટી)ની રચના સહિત વ્યૂહાત્મક પહેલની એક શ્રેણી અમલી બનાવી છે. એનએપીટી હેઠળની મુખ્ય પહેલનો હેતુ, ભારતીય રમકડા ઉદ્યોગમાં નવી શોધ સાથે ગુણવત્તા સુધારીને અને બજાર વિસ્તરણ કરવાનો છે.

દેશભરના હજારો રમકડા ઉત્પાદકોએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો, જેમાં ફ્લિપકાર્ટ સાથે ઇન્ટરેક્ટિવ અને નિષ્ણાંતોની આગેવાની હેઠળ ચર્ચાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ગુણવત્તા સુધારણા, નવીનતા અને ઉદ્યોગના નિયમોના પાલનને આવરી લેવામાં આવ્યું છે. આ વર્કશોપનો હેતુ, ભારતીય રમકડા ઉત્પાદકોને તેમની સ્પર્ધાત્મક્તા વધારવા માટે જરૂરી સાધનો, જ્ઞાન અને સંશોધનોથી સજ્જ કરવાનો હતો અને તેમના વ્યવસાયને ઓનલાઈન વધારવામાં મદદ કરવાનો હતો. આ ઇવેન્ટમાં શ્રી રાજેશ કુમાર સિંઘ, સેક્રેટરી (ડીપીઆઇઆઇટી), શ્રી સંજીવ, જોઈન્ટ સેક્રેટરી, ડીપીઆઇઆઇટી, મોહમ્મદ ઇશરાર અલી, ડિરેક્ટર ડીપીઆઇઆઇટી, રજનીશ કુમાર, ચીફ કોર્પોરેટ અફેર્સ ઓફિસર, ફ્લિપકાર્ટ અને મંજરી સિંઘાલ, હેડ ઓફ એફએમસીજી અને જનરલ મર્ચન્ડાઈસ, ફ્લિપકાર્ટ એ હાજરી આપી હતી.

ઇવેન્ટની સફળતા વિશે જણાવતા, શ્રી રાજેશ કુમાર સિંઘ, સેક્રેટરી, ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી) કહે છે, “અમે ભારતીય રમકડા ક્ષેત્રના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે સમર્પિત છીએ. ફ્લિપકાર્ટ જેવા ઉદ્યોગના અગ્રણીઓ સાથે સહયોગ કરીને અમે ભારતને સારી- ગુણવત્તાવાળા રમકડાના અગ્રણી નિકાસકાર બનાવવાની દિશામાં નોંધપાત્ર પગલા લઈ રહ્યા છીએ. અમે માનીએ છીએ કે, યોગ્ય માર્ગદર્શન અને સમર્થનથી ભારત રમકડાના ઉત્પાદનમાં પાવરહાઉસ બની શકે છે.”

રજનીશ કુમાર, ચીફ કોર્પોરેટ અફેર્સ ઓફિસર, ફ્લિપકાર્ટ કહે છે, “ફ્લિપકાર્ટ માર્કેટપ્લેસ દ્વારા અમે સ્થાનિક રમકડા ઉત્પાદકોને દેશભરના ગ્રાહકો સુધી પહોંચવા માટે એક મંચ પૂરું પાડવામાં સક્ષમ થયા છીએ તેથી તેમની વૃદ્ધિને ટેકો મળશે. અમે ડીપીઆઇઆઇટીના સહયોગથી ખૂબ જ ખુશ છીએ, વાણિજ્ય મંત્રાલયના પ્રયાસો ભારતમાં રમકડા ઉદ્યોગને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને વૈશ્વિક રમકડા ઉત્પાદન અને નિકાસ હબ તરીકે ભારતના વિકાસને વેગ આપે છે. આ વર્કશોપ અને હેકથોન એ તમામ સ્ટેકહોલ્ડર્સને સરકારના આ લક્ષ્યાંકને હાંસીલ કરવાની તક ઓળખવામાં મદદ કરશે.”

ડીપીઆઇઆઇટી અને ફ્લિપકાર્ટ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા આ વર્કશોપનો હેતુ, ઇ-કોમર્સની શક્તિનો ઉપયોગ કરીને ગુણવત્તા સુધારી, નવી શોધ અને ઉદ્યોગના નિયમોનું પાલન કરી ભારતીય રમકડા ઉદ્યોગને શ્રેષ્ઠ બનાવવાનો છે. ફ્લિપકાર્ટમાં જોડાનાર નવા ઉત્પાદકોની પણ સુવ્યવસ્થિત નોંધણી, સમર્પિત એકાઉન્ટ  સેટઅપ સહાય, વ્યક્તિગત એકાઉન્ટ મેનેજમેન્ટ અને ભાવ, પરિપૂર્ણતા અને વધુ માટે વિક્રેતા સમર્થનનો લાભ મળશે. ડેટા એનાલિટિક્સ અને લોજિસ્ટિક્સમાં ફ્લિપકાર્ટ કુશળતાનો ઉપયોગ કરીને      રમકડા ઉત્પાદકો અસરકારક રીતે ઇ-કોમર્સ નેવિગેટ કરી શકે છે, જેથી કરીને તેઓ વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચી શકશે અને ટકાઉ વૃદ્ધિ મેળવી શકે છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *