આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એમડી અને સીઈઓ સંજીવ મંત્રીનું વીમા જાગૃતિ દિવસ વક્તવ્ય

Spread the love

“રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસ પર અમે વીમાની અનિવાર્ય ભૂમિકાની ઉજવણી કરીએ છીએ જે તે માનસિક શાંતિ અને આપણી નાણાંકીય સુખાકારીને સુરક્ષિત કરવામાં ભજવે છે. આપણે હવે પ્રશંસનીય પ્રગતિ કરી છે ત્યારે ભારતમાં વીમાના પ્રવેશને વધારવા માટે વણખેડાયેલી વિશાળ સંભાવનાઓ રહેલી છે. ઈરડા દ્વારા પરિવર્તનકારી પહેલના લીધે ઉચ્ચ પારદર્શકતા અને મજબૂત ગ્રાહક સુરક્ષાના યુગની શરૂઆત થઈ છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે અમે ‘2047 સુધીમાં સૌના માટે વીમો’ના નિયમનકારના વિઝન માટે પ્રતિબદ્ધ છીએ, જે તે અનિવાર્ય બનાવે છે કે અમે વીમા પ્રોડક્ટ્સની સમજને સરળ બનાવવા માટે સમુદાયો સાથે વધુ ઊંડાણપૂર્વક જોડાઈએ. નાણાંકીય સાક્ષરતા એ અમારા પ્રયાસોનો પાયો બની રહી છે, જે ગ્રાહકોને તેમની વીમા જરૂરિયાતો વિશે માહિતગાર નિર્ણયો લેવા માટે જ્ઞાન સાથે સશક્ત બનાવે છે. અમે વીમાને વધુ સુલભ અને સમજી શકાય તેવો બનાવવા માટે ટેકનોલોજી અને નવીનતાનો ઉપયોગ કરવા સમર્પિત છીએ, જેથી દરેક વ્યક્તિ અણધાર્યા જોખમો સામે તેમના ભવિષ્યને સુરક્ષિત કરી શકે. અમારું વિઝન એક સ્થિતિસ્થાપક સમાજને પ્રોત્સાહન આપવાનું છે જ્યાં વીમો માત્ર એક પ્રોડક્ટ જ નથી પરંતુ સર્વગ્રાહી નાણાંકીય આયોજનનો અભિન્ન ભાગ છે” એમ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીના એમડી અને સીઈઓ સંજીવ મંત્રીએ જણાવ્યું હતું.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *