Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

ડાંગરની એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ 143 રૂપિયાનો વધારો, તુવેર-અડદ દાળના ટેકાના ભાવ પણ વધારાયા

Spread the love

તુવર દાળની એમએસપીમાં 400 રુપિયા પ્રતિ કલિંટલ, અડદની દાળમાં પ્રતિ ક્વિંટલ 350 રુપિયાનો વધારો, ખેડૂતોને હવે વર્ષે 6000ને બદલે 10000 રૂપિયા મળશે


નવી દિલ્હી

કેન્દ્ર સરકારે ચોમાસાના આગમન પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ડાંગર સહિત અનેક પાકોની એમએસપી માં વધારો કર્યો છે. આ બાબતે મળતી માહિતી મુજબ ડાંગરની એમએસપીમાં 143 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તુવેર અને અડદની દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. સરકાર તરફથી આ જાહેરાત થતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ખેડૂતોએ કેન્દ્ર સરકારના આ પગલાની પ્રશંસા કરી છે.
આ સાથે કેબિનેટમાં બેઠકમાં મોદી સરકારે ડાંગર સાથે સાથે અન્ય પાકોમાં નોંધપાત્ર વધારો કરવાની મંજુરી આપી દીધી છે. ખાસ વાત તો એ છે કે ખરીફ પાકોની એમએસપીમાં 3થી6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તુવર દાળની એમએસપીમાં 400 રુપિયા પ્રતિ કલિંટલ પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. આ રીતે તુવરદાળનો ભાવ વધીને 7000 રુપિયા પ્રતિ ક્વિંટલ થઈ ગયો છે. જ્યારે અડદની દાળ વિશે વાત કરીએ તો તેમાં પ્રતિ ક્વિંટલ 350 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી તેનો ભાવ વધીને 6950 રુપિયા પ્રતિ ક્વિંટલ પર પહોચી ગયો છે.
આ સાથે તમને આ માહિતી આપી દઈએ કે દર વર્ષે કમીશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઈસ (સીએસીપી)ની ભલામણોના આધારે સરકાર 23 પાક પર એમએસપી નક્કી કરે છે. સીએસીપી દ્વારા 23 પાકો માટે એમએસપી માટે ભલામણ કરે છે. તેમાં સાત અનાજ,પાંચ કઠોળ, સાત તેલીબિયાં અને ચાર વેપારી પાકોનો સમાવેશ કરવામાં આવે છે. આ 23 પાકોમાંથી 15 ખરીફ પાકો છે જ્યારે બાકીના રવિ પાક છે.
દેશમાં ખેડુતોની સ્થિતિ હજુ પણ જોઈએ તેટલી સારી નથી. ક્યારેક પાક નિષ્ફળ જાય, ક્યારેક પુરતા પ્રમાણમાં ભાવ ન મળે, તો ક્યારેક કમોસમી વરસાદ જેવી સ્થિતિમાં ખેડુતોને ભારે નુકસાન વેઠવું પડતું હોય છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર ખેડુતો માટે વિવિધ યોજના લાવતું હોય છે. કે જેનાથી ખેડુતોને સહાય મળી રહે. આવી જ એક યોજના પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના ચલાવવામાં આવી છે. આ યોજના હેઠળ સરકાર તરફથી ખેડુતોને વર્ષે 6000 રુપિયા આપવામાં આવતા હતા. અને આ યોજના સમગ્ર ભારતમાં લાગુ છે, પરંતુ આ યોજના બાદ રાજ્ય સરકારે શરુ કરી છે તે પ્રમાણે હવે 6 હજારના બદલે 10 હજાર રુપિયા મળશે.
આ યોજના મધ્ય પ્રદેશની સરકારે શરુ કરી છે અને તેનું નામ કિસાન કલ્યાણ યોજના. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દર વર્ષે ખેડુતોને તેમના કલ્યાણ માટે 10 હજાર રુપિયા આપી રહી છે. એટલે કે 6 હજાર રુપિયા કેન્દ્ર સરકાર તરફથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવે છે. પરંતુ તેની સાથે સાથે મધ્ય પ્રદેશ સરકાર તરફથી 4 હજાર આપવામાં આવશે. મધ્ય પ્રદેશ સરકારે આ યોજનાની શરુઆત 2020 થી જ કરી દીધી છે. તે સમયે ખેડુતોને બે-બે હજાર આપવામાં આવતા હતા.
આ યોજના હેઠળ માત્ર મધ્ય પ્રદેશના ખેડુતોને ફાયદો મળશે. અને મહત્વની વાત તો એ છે કે મધ્ય પ્રદેશના દરેક ખેડુતોને આ યોજના હેઠળ લાભ નહી મળે. પરંતુ માત્ર એવા જ ખેડુતોને લાભ મળશે કે જે ખેડુતોએ પીએમ કિસાન સમ્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરાવેલ હશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *