નવી દિલ્હી
અમદાવાદ યુનિવર્સિટીએ બાગચી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થની જાહેરાત કરી છે. 2023માં સ્થપાયેલી આ સ્કૂલનું નામ જાણીતા દાનવીર સુસ્મિતા તથા સુબ્રતો બાગચીના માનમાં રાખવામાં આવ્યું છે. બાગચી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થનો ઉદ્દેશ ભારતમાં પબ્લિક હેલ્થ એજ્યુકેશન અને રિસર્ચમાં ક્રાંતિ લાવવાનો છે.
બાગચી દંપતીનુંરૂ. 55 કરોડનું પરિવર્તનકારી અનુદાન વિશ્વકક્ષાના ફિઝિકલ,ડિજિટલ અને બૌદ્ધિક માળખાના વિકાસને વેગ આપશે. આ રોકાણ સ્કૂલને પબ્લિક હેલ્થ એજ્યુકેશન અને રિસર્ચમાં ગ્લોબલ લીડર બનવા સશક્ત બનાવે છે.
બાગચી સ્કૂલ અમદાવાદ યુનિવર્સિટીના અનન્ય આંતરશાખાકીય વાતાવરણનો લાભ લે છે અને સંશોધન, શિક્ષણ અને કામગીરીને એકીકૃત કરે છે. બાગચી સ્કૂલ ચોક્કસ મુખ્ય પબ્લિક હેલ્થ શાખાઓમાં સખત માળખાગત માસ્ટર્સ અને પીએચડી પ્રોગ્રામ્સને પ્રાથમિકતા આપીને નવો પ્રારંભ કરશે. સ્કૂલનો મુખ્ય પ્રોગ્રામ એપિડેમિઓલોજીમાં પીએચડી, વિદ્યાર્થીઓને હાલના અને અણધાર્યા બંને પ્રકારના જટિલ પબ્લિક હેલ્થ પડકારોનો સામનો કરવા માટે જરૂરી અદ્યતન એનાલિટીકલ તેમજ સોફ્ટ સ્કીલ્સથી સજ્જ કરે છે. સ્કૂલ પ્રારંભમાં એન્વાયર્મેન્ટલ હેલ્થ, બાયોસ્ટેટિસ્ટિક્સ અને ડેટા સાયન્સ સહિતની એનાલિટીકલ મેથડ્સ ફોર હેલ્થ પર ખાસ ધ્યાન આપશે.સ્પેશિયલાઇઝેશન અને એડવાન્સ્ડ એનાલિટીકલ મેથડ્સ પરનું આ ધ્યાન ભારતના પબ્લિક હેલ્થ એજ્યુકેશન ક્ષેત્રે નિર્ણાયક અંતરને દૂર કરે છે.
સ્કૂલ લાઇફસ્ટાઇલ, ક્લિનિકલ પ્રેક્ટિસ, પૉલિસી અને પર્યાવરણમાં સુધારો લાવવા માટે ટકાઉ ઉકેલો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સ્કૂલની એક્શન આર્મ સંશોધનના તારણોને નવીન, પુરાવા-આધારિત પહેલ અને નીતિઓમાં ફેરવશે. બાગચી સ્કૂલ સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન (SEWA) સાથે ભાગીદારીમાં સ્થપાયેલ સહયોગ સેન્ટર ફોર પ્રમોટિંગ હેલ્થ દ્વારા સહયોગને પ્રોત્સાહન આપે છે. આ સેન્ટરલોકો, સમુદાયો અને સંસ્થાઓને સ્વસ્થ અને પર્યાવરણને અનુકૂળ પસંદગીઓ કરવા માટે સશક્ત બનાવે છે.
અમદાવાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પંકજ ચંદ્રાએ જણાવ્યું હતું કે, “અમારા માટે ગર્વની વાત છે કે સુસ્મિતા બાગચી અને સુબ્રતો બાગચીએ જ્ઞાન સર્જન અને વંચિતોને મદદ કરવાના તેમના વિઝનને અમલમાં મૂકવા માટે અમારી સંસ્થાની પસંદગી કરી. તેમનું સમર્થન ભારતમાં પબ્લિક હેલ્થ ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવવામાં મદદ કરશે. આંતરશાખાકીય સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન આપતી યુનિવર્સિટી તરીકે, આપણા રાષ્ટ્રના હેલ્થ એજન્ડાને નોંધપાત્ર રીતે વ્યાખ્યાયિત કરવા માટે પબ્લિક હેલ્થ ફેકલ્ટી, પ્રેક્ટિશનર્સ અને વિદ્યાર્થીઓ માટે આ એક અનન્ય વ્યવસ્થા છે.”
માઇન્ડટ્રીના સહ-સ્થાપક, લેખક અને જાહેર સેવક સુબ્રતો બાગચીએ જણાવ્યું હતું કે, “કોવિડે ભારતમાં પબ્લિક હેલ્થ એજ્યુકેશન અને રિસર્ચના ક્ષેત્રમાં વિશાળ અંતર હોવા અંગે અમારી આંખો ખોલી હતી. અમે અમદાવાદ યુનિવર્સિટીનો સંપર્ક કર્યો, કારણ કે અમે તેમની સાથે અગાઉ આ અંગે ઘણી વાતચીત કરી હતી જેણે અમને તેમની દ્રષ્ટિ, નવીનતાઓને પ્રોત્સાહન અને અમલમાં મૂકવાની ક્ષમતા તથા શિક્ષણ અને સંશોધન પ્રત્યેના તેમના સર્વગ્રાહી અભિગમથી ખૂબ પ્રભાવિત કર્યા હતા.”
લેખિકા અને જાહેર સેવક સુસ્મિતા બાગચીએઉમેર્યું હતું કે “શરૂઆતમાંઅમે એક ચેરનેફંડ પૂરું પાડ્યું હતું જેથી કરીને યુનિવર્સિટી ખૂબ જ આદરણીય, વૈશ્વિક સ્તરે અનુભવી વિદ્વાનને આકર્ષી શકે જેઓ સ્ટાર્ટ-અપની જેમ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થનો વિકાસ કરે. આ ભૂમિકા માટે પ્રોફેસર કૌમુદી જોશીપુરા એક આદર્શ વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા. મહાન નેતૃત્વ સાથે, અમને વિશ્વાસ છે કે સંસ્થા ઓછામાં ઓછા આગામી 100 વર્ષ માટે વારસો બનાવશેઅને અમે અમારાજોડાણને આગળ વધારવા આતુર છીએ.”
બાગચી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીનપ્રોફેસર કૌમુદી જોશીપુરાએ જણાવ્યું હતું કે, “સ્કૂલ ઉચ્ચ-ગુણવત્તાવાળા સખતએજ્યુકેશન પ્રોગ્રામ્સ પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સાથે સાથે ખાસ કરીને સમાજના વંચિત વર્ગના લોકો માટે આરોગ્યમાં સુધારો લાવવામાં મદદ કરવા નિઃશુલ્ક, ઓછા ખર્ચે અને કિફાયતી દરમિયાનગીરીઓને ઓળખવા અને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ફેકલ્ટી, વિદ્યાર્થીઓની વર્તમાન અને ભાવિ પેઢીઓ અને જે સમુદાયોને લાભ થશે તેમના વતીહું શ્રી સુબ્રતો બાગચી અને સુશ્રી સુસ્મિતા બાગચીનો આ પ્રયાસમાં તેમના અમૂલ્ય યોગદાન માટે આભાર વ્યક્ત કરું છું.”