હીરામણિ પ્રાયમરિ સ્કૂલ દ્વારા અંગ્રેજી ભાષાની હસ્તલેખન સ્પર્ધાનું આયોજન

Spread the love

હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) દ્વારાઅંગ્રેજી ભાષાની હસ્તલેખન સ્પર્ધાનું”આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ- ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. અંગ્રેજી ભાષામાં લેખ લખવાની સાથે  વિદ્યાર્થીઓએ ભાષાનું મહત્વ,ભાષાનું ગૌરવ, લખાણ લખવાની કલા અને ઓળખાણ વિશે પણ સમજવામાં આવ્યું હતું. દરેક ભાષા પ્રત્યે પોતાનો પ્રેમ અને સન્માન પ્રગટ કરવો તે આપણું કર્તવ્ય છે અને એ આપણે નિભાવવું જોઈએ.વિદ્યાર્થીઓના આ ઉત્સાહ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન,આચાર્યા પિનાક્ષી વડોદરિયા, કો-ઓર્ડિનેટર કેતન ભટ્ટ સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપી આનંદની લાગણી અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *