– ભાગીદારોની શાખાઓમાં ગ્રાહકોને પોસાય તેવા વીમા સોલ્યુશન્સનો લાભ મળે છે –
મુંબઈ
ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સે સાત નાણાકીય સંસ્થાઓ સાથે તેની વ્યૂહાત્મક બેંકાસ્યોરન્સ ભાગીદારીને મજબૂત બનાવી છે. આમાં આય ફાઈનાન્સ, બંધન બેંક, કર્ણાટક બેંક, મુથૂટ મિની, નિવારા હોમ ફાઈનાન્સ પ્રાઈવેટ લિમિટેડ, એનએસડીએલ પેમેન્ટ બેંક અને આંધ્ર પ્રદેશ સ્ટેટ કો-ઓપરેટીવ બેંકનો સમાવેશ છે.
આ જોડાણો તેના વિતરણ નેટવર્કને વિસ્તૃત કરવા અને વીમાને વધુ સુલભ બનાવવા માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. સહિયારા ધોરણે 4,000થી વધુ શાખાઓ ધરાવતી આ નાણા સંસ્થાઓ સાથે જોડાણ કરીને, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ વધુ લોકોને વીમા સુરક્ષાના નેજા હેઠળ લાવવાનું લક્ષ્ય રાખે છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ હવે યુનિવર્સલ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, પેમેન્ટ બેંકો, કોર્પોરેટ બેંકો, એનબીએફસી, એચએફસીએસ, એમએફઆઈ, સિક્યોરિટીઝ અને વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓમાં ફેલાયેલી 200થી વધુ નાણાકીય સંસ્થાઓ સાથે સહયોગ કરે છે, જે નોંધપાત્ર રીતે તેના બેંકેસ્યોરન્સ નેટવર્કને વિસ્તૃત કરે છે.
વધુમાં, કંપનીનો અભિગમ કસ્ટમર સેગમેન્ટેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે વિવિધ ગ્રાહક જૂથોમાં ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરતી અનુરૂપ પ્રોડક્ટ ઓફરિંગ માટે કંપનીને સક્ષમ બનાવે છે. આ વ્યૂહરચના આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના અનોખા રિસ્ક પ્રાઈસિંગ મોડેલ દ્વારા પૂરક છે, જે વિવિધ જોખમ પ્રોફાઇલ્સ માટે સ્પર્ધાત્મક અને વાજબી કિંમતોની ખાતરી આપે છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે રિટેલ અને ગવર્નમેન્ટ બિઝનેસના ચીફ આનંદ સિંઘીએ જણાવ્યું હતું કે, “આ ભાગીદારી જે તકો લાવે છે તેનાથી અમે રોમાંચિત છીએ.” “પ્રોડક્ટ કસ્ટમાઇઝેશન અને જોખમ મૂલ્યાંકનમાં અમારી કુશળતાને અમારા ભાગીદારોની પહોંચ સાથે જોડીને, અમે વીમાને બધા માટે વધુ સુલભ અને પોસાય એવો બનાવી રહ્યા છીએ. સમગ્ર ભારતમાં લોકોના જીવનમાં વાસ્તવિક અસર પેદા કરવાનો આ મુદ્દો છે.”
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ નૂતનતા પર ધ્યાન કેનેદ્રિત કરી રહી છે તે તેની ડિજિટલ પહેલોમાં સ્પષ્ટ જણાય છે. ઈલેક્ટ્રોનિક રીતે ઈશ્યુ કરાતી પોલિસીઓનું પ્રમાણ 99.3% ટકા છે અને તેની મોબાઈલ એપ, IL Take Careના 10 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ થયા છે તે સાથે, કંપની એક ‘ફિજીટલ’ અભિગમ અપનાવી રહી છે જે ગ્રાહકના અનુભવને વધારવા માટે ભૌતિક અને ડિજિટલ ટચપોઈન્ટનું મિશ્રણ છે. આ ગ્રાહક-કેન્દ્રિત વ્યૂહરચનાએ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની પ્રભાવશાળી વૃદ્ધિમાં ફાળો આપ્યો છે, જેમાં નાણાકીય વર્ષ 2024માં બેન્કેસ્યોરન્સ 20.2%ના દરે વૃદ્ધિ પામી છે અને કંપનીએ 8.6%નો બજારહિસ્સો હાંસલ કર્યો છે.