ગોપાલ સ્નેક્સ કંપનીએ ત્રણ નવા પ્રોડક્ટ લોન્ચ કરીને પ્રોડક્ટ રેન્જનું વિસ્તરણ કર્યું

અમદાવાદભારતમાં સંગઠિત પરંપરાગત નાસ્તા ક્ષેત્રની અગ્રણી કંપની ગોપાલ સ્નેક્સ લિમિટેડ એ પોતાના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા તેમજ ગ્રાહકોની બદલાતી પસંદગી અને જરૂરિયાતોને પૂરી પાડવા માટે ત્રણ નવા પ્રોડક્ટ લોન્ચ કર્યા છે. આ ત્રણ પ્રોડક્ટ્સ – જીરા પાપડ, હોટ વ્હીલ્સ અને કટક મટક હોટ બુલ હવે સમગ્ર દેશમાં ઉપલબ્ધ રહેશે. જીરા પાપડ માત્ર ₹5 ની વ્યાજબી કિંમતે ઉપલબ્ધ છે. 16 ગ્રામના પેકમાં 25% વધારાની સાથે કુલ 20gm ઉત્પાદન આપવામાં આવ્યું છે, જે ગ્રાહકોને વધુ મૂલ્ય પ્રદાન કરવાની ગોપાલ સ્નેક્સની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હોટ વ્હીલ્સ, જે થોડા સમય પહેલા જ બજારમાં રજૂ કરાયું હતું, તેનું 20gm નું પેક ફક્ત ₹5 માં મળે છે. તેની ખાસિયત એ છે કે દરેક પેકમાં સ્વાદિષ્ટ નાસ્તા સાથે મફત એક રમકડું પણ હોય છે. આ પ્રોડક્ટ ખાસ કરીને બાળકો માટે આકર્ષક છે, કારણ કે તેમાં સરપ્રાઇઝ ટોય સાથે નાસ્તાનો મજેદાર અનુભવ મળે છે. કટક મટક હોટ બુલ એક્સટ્રુડેડ સ્નેક્સ સેગમેન્ટમાં અનોખો અને મસાલેદાર સ્વાદ ઉમેરે છે. આ ગોપાલ સ્નેક્સના પોર્ટફોલિયોમાં સૌથી સ્પાઇસી પ્રોડક્ટ્સમાંથી એક છે. યુવા અને ટ્રેન્ડી પેકેજિંગ સાથે રજૂ થયેલા આ 45 ગ્રામ પેકની કિંમત ₹10 છે, જે ખાસ કરીને નવા સ્વાદોની શોધમાં રહેલા યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. ગોપાલ સ્નેક્સના પૂર્ણ-સમયના ડિરેક્ટર અને સીઈઓ રાજ હડવાણીએ જણાવ્યું હતું કે :“ગોપાલ સ્નેક્સ ખાતે અમારું વિઝન હંમેશાં ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી પાડવાનું રહ્યું છે. અમારા નવા પ્રોડક્ટ્સ નાસ્તાનો અનુભવ વધુ મજેદાર બનાવે છે અને નવું અજમાવવા ઇચ્છતા ગ્રાહકો માટે તાજગીભર્યો સ્વાદ પ્રદાન કરે છે. સાથે સાથે, ગુણવત્તા અને સ્વાદને વ્યાજબી કિંમતે પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે.” આજે ગોપાલ સ્નેક્સ એક પ્રાદેશિક લોકપ્રિય બ્રાન્ડમાંથી રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત બ્રાન્ડ બની ગયું છે. હાલમાં કંપની 320 જુદા જુદા પ્રકારોમાં 85થી વધુ પ્રોડક્ટ્સ ઓફર કરે છે. તેની વિશાળ શ્રેણીમાં પરંપરાગત નમકીન, સ્નેક પેલેટ્સ, પેકેજ્ડ મીઠાઈઓ, મસાલા તથા પશ્ચિમી સ્વાદથી પ્રેરિત નાસ્તાની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોડક્ટ્સ આધુનિક ટેક્નોલોજી સાથે તેમજ ભારતીય પરંપરાગત સ્વાદને જાળવી રાખીને બનાવવામાં આવે છે.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે ગિફ્ટ સિટીમાં તેની હાજરી વિસ્તારી

સૌથી મોટી ઓનગ્રાઉન્ડ ટીમના સહારે ગિફ્ટ સિટીમાં વિદેશી બેંકોમાં સૌથી મોટો પ્રોડક્ટ સ્યૂટ ઓફર કરે છે અને નવીનતા તથા બજાર વિસ્તરણને આગળ ધપાવે છે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે આજે જાહેરાત કરી હતી કે તે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ) સિટી ખાતે વધુ મોટી ઓફિસ પ્રિમાઇસીસમાં શિફ્ટ થઈ છે અને ભારતના અગ્રણી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ હબ પ્રત્યે તેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ નવી પ્રિમાઇસીસ ગિફ્ટ સિટીમાં બેંકની ગહન હાજરી દર્શાવે છે, જે ભારતને વૈશ્વિક નાણાંકીય પાવરહાઉસ બનવા…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે 7 બૅન્કેસ્યોરન્સ ભાગીદારી સાથે તેની પહોંચને વિસ્તૃત કરી

– ભાગીદારોની શાખાઓમાં ગ્રાહકોને પોસાય તેવા વીમા સોલ્યુશન્સનો લાભ મળે છે – મુંબઈ  ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સે સાત નાણાકીય સંસ્થાઓ સાથે તેની વ્યૂહાત્મક બેંકાસ્યોરન્સ ભાગીદારીને મજબૂત બનાવી છે. આમાં આય ફાઈનાન્સ, બંધન બેંક, કર્ણાટક બેંક, મુથૂટ મિની, નિવારા હોમ ફાઈનાન્સ પ્રાઈવેટ લિમિટેડ, એનએસડીએલ પેમેન્ટ બેંક અને આંધ્ર પ્રદેશ સ્ટેટ કો-ઓપરેટીવ બેંકનો સમાવેશ છે. આ જોડાણો…

ખૈતાન એન્ડ કં. એ અમદાવાદમાં નવી ઓફિસની સાથે તેનો વ્યાપ વધાર્યો

અમદાવાદ ખૈતાન એન્ડ કંપની, એક અગ્રણી ફૂલ સર્વિસ લો કંપની, આજે અમદાવાદ, ગુજરાત ખાતે તેની અત્યાધુનિક ઓફિસ ખોલવાની જાહેરાત કરે છે. આ નીતિગત વિસ્તરણ એ પેઢીના વિકાસના માર્ગમાં એક મહત્વપૂર્ણ સિમાચિન્હરૂપ છે અને સામગ્ર ભારતમાં ગ્રાહકોને અસાધારણ કાનૂની સેવાઓ પ્રદાન કરવાની મજબૂત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. અમદાવાદ એ દેશમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે….

બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડના લોન્ચ સાથે બજાજ ફિનસર્વે રિટેલ ક્ષમતાઓનું વિસ્તરણ કર્યું

• બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ હવે નીચેના સાત ફંડ્સ લોન્ચ કરી શકે છે: લિક્વિડ ફંડ, મની માર્કેટ ફંડ, ઓવરનાઈટ ફંડ, આર્બિટ્રેજ ફંડ, લાર્જ એન્ડ મિડ-કેપ ફંડ, બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ અને ફ્લેક્સી કેપ ફંડ • મૂડીરોકાણની ફિલસૂફી અને ટેક-સક્ષમ અભિગમ જેવા ચાવીરૂપ પરિબળો તેને બધાથી અલગ પાડે છે મુંબઈ/પૂણે, જૂન 06, 2023 – ભારતના સૌથી વધુ વૈવિધ્યસભર અને ટેક્નોલોજી-આધારિત નાણાંકીય સેવા…