સૌથી મોટી ઓનગ્રાઉન્ડ ટીમના સહારે ગિફ્ટ સિટીમાં વિદેશી બેંકોમાં સૌથી મોટો પ્રોડક્ટ સ્યૂટ ઓફર કરે છે અને નવીનતા તથા બજાર વિસ્તરણને આગળ ધપાવે છે
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે આજે જાહેરાત કરી હતી કે તે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ) સિટી ખાતે વધુ મોટી ઓફિસ પ્રિમાઇસીસમાં શિફ્ટ થઈ છે અને ભારતના અગ્રણી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ હબ પ્રત્યે તેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ નવી પ્રિમાઇસીસ ગિફ્ટ સિટીમાં બેંકની ગહન હાજરી દર્શાવે છે, જે ભારતને વૈશ્વિક નાણાંકીય પાવરહાઉસ બનવા માટે સક્ષમ બનાવી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે તેના કોર્પોરેટ અને ઇન્સ્ટિટ્યૂશનલ બેંકિંગ બિઝનેસમાં પ્રોડક્ટ સ્યુટ, પ્રતિભા અને ટેકનોલોજીનો સમાવેશ કરીને ક્ષમતા નિર્માણમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. ગિફ્ટ સિટી ખાતે વિદેશી બેંકોના ઇન્ટરનેશનલ બેંકિંગ યુનિટ્સ (આઈબીયુ)માં બેંક સૌથી મોટી ઓન-ગ્રાઉન્ડ ટીમ ધરાવે છે, જે નવીનતા અને બજાર વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
નવી પ્રિમાઇસીસનું ઉદ્ઘાટન સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ભારત અને દક્ષિણ એશિયાના સીઈઓ પી ડી સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગિફ્ટ સિટીના હેડ સૈજુ ગાંધી અને બેંકના અન્ય સિનિયર લીડર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આઈએફએસસીએ, ગિફ્ટ હાઉસ અને બ્રિટિશ હાઈ કમિશન ઓફિસના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ગિફ્ટ આઈએફએસસી ખાતે કામગીરી શરૂ કરનારી પ્રથમ વિદેશી બેંક છે અને તેના વિકાસમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી છે. તે હાલમાં કોર્પોરેટ અને ઇન્સ્ટિટ્યૂશનલ ક્લાયન્ટ્સને ધિરાણ, ટ્રેડ ફાઇનાન્સ, કેશ મેનેજમેન્ટ અને નાણાંકીય બજારોમાં પ્રોડક્ટ સંપુટ પ્રદાન કરે છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ગિફ્ટ સિટી ખાતે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર ઓફરિંગ શરૂ કરનારી પ્રથમ બેંક પણ હતી અને તેણે સ્ટ્રક્ચર્ડ રેટ લોન લોન્ચ, ઓફશોર ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ લોન્ચ, ગોલ્ડ હેજિંગ પ્રોડક્ટ લોન્ચ વગેરે જેવી ઘણી ઉદ્યોગ-પ્રથમ ઓફરિંગનો પાયો નાખ્યો છે.
છેલ્લા બે વર્ષમાં બેંકની ગિફ્ટ સિટીમાં ફંડેડ એસેટ્સમાં 150થી વધુનો વધારો થયો છે, સાથે જ ડેરિવેટિવ બિઝનેસમાં માર્કેટ લીડરશિપ મેળવી છે. ફુલ સ્યુટ પ્રોડક્ટ બુકેથી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકને ભારતીય બજાર સાથે સરળ કનેક્ટિવિટી પ્રદાન કરીને ઘણા મલ્ટીનશનલ ક્લાયન્ટ્સને ગિફ્ટ સિટીમાં લાવવામાં મદદ મળી છે.
આ વિસ્તરણ અંગે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ભારત અને દક્ષિણ એશિયાના સીઈઓ પી ડી સિંહે જણાવ્યું હતું કે, “વિકસિત ભારતના સરકારના વિઝનને અનુરૂપ ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને સંસ્થાઓ માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકે ઝડપથી ઉભરી રહી છે, જે ભારતની આર્થિક વિકાસ વાર્તાનો ભાગ બનવા જઈ રહી છે. હું ગિફ્ટ સિટીમાં વૈશ્વિક બજારોની સમકક્ષ સક્ષમ વાતાવરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના વિઝન અને પ્રયાસ માટે સરકાર અને આઈએફએસસીએને અભિનંદન આપવા માંગુ છું. ગિફ્ટ સિટીમાં અમારું વિસ્તરણ એ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડની ભારત પ્રત્યેની લાંબા સમયથી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર છે.”
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સ્ટ્રેટેજી, પ્રોસેસ, ગવર્નન્સ અને સબસિડિયરીઝના હેડ સચિન શાહે જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટી ભારતની વૈશ્વિક નાણાંકીય મહત્વાકાંક્ષાઓ માટે એક પરિવર્તનશીલ સીમાચિહ્ન છે. અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠતમ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે અમારી ક્ષમતાઓને મજબૂત બનાવવા, પ્રતિભા, ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું. અમે અમારી ક્ષમતાઓને વધુ વધારવા, અમારા ક્લાયન્ટ્સ માટે નવી તકો ખોલવા અને ઓફશોર બેંકિંગમાં વૃદ્ધિના આગામી તબક્કાને ટેકો આપવા માટે તૈયાર છીએ.”