અમદાવાદ
અમદાવાદના નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજયકક્ષા બોક્સિંગ સ્પર્ધા યોજાઈ હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી વિજેતા થઈને રાજયકક્ષા સુધી પહોંચેલા બોક્સિંગ ખેલાડીઓએ ઉત્સાહભેર સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

અં-૧૪ વયજૂથમાં ભાઈઓની સ્પર્ધામાં ૫ ગોલ્ડ મેડલ સાથે ડી.એલ.એસ.એસ. બનાસકાંઠા, અં-૧૭ વયજૂથમાં ભાઈઓની સ્પર્ધામાં ૮ ગોલ્ડ મેડલ સાથે એસ.એ.જી. એકેડમી અને અં-૧૭ વયજૂથમાં બહેનોની સ્પર્ધામાં ૪ ગોલ્ડ મેડલ સાથે ડી.એલ.એસ.એસ. બનાસકાંઠા ઓવરઓલ મેડલ સાથે વિજેતા થયા હતા. વિજેતા થયેલા ખેલાડીઓને રાજય સરકાર દ્વારા મેડલ તેમજ પ્રોત્સાહનરૂપે ઈનામી રાશી એનાયત કરવામાં આવી હતી.
વ્યક્તિગત ઇવેન્ટમાં પ્રથમ દ્વીતીય અને તૃતીય વિજેતા ખેલાડીઓને અમદાવાદ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ મેયર તેમજ હાલના મ્યુનિસિપલ કાઉન્સીલર કિરીટ પરમાર દ્વારા મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.