ખેલ મહાકુંભ ૩.૦ની રાજયકક્ષા બોક્સિંગ સ્પર્ધામાં ડી.એલ.એસ.એસ. બનાસકાંઠાનો દબદબો
અમદાવાદ અમદાવાદના નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજયકક્ષા બોક્સિંગ સ્પર્ધા યોજાઈ હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી વિજેતા થઈને રાજયકક્ષા સુધી પહોંચેલા બોક્સિંગ ખેલાડીઓએ ઉત્સાહભેર સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. અં-૧૪ વયજૂથમાં ભાઈઓની સ્પર્ધામાં ૫ ગોલ્ડ મેડલ સાથે ડી.એલ.એસ.એસ. બનાસકાંઠા, અં-૧૭ વયજૂથમાં ભાઈઓની સ્પર્ધામાં ૮ ગોલ્ડ મેડલ સાથે એસ.એ.જી. એકેડમી અને અં-૧૭ વયજૂથમાં બહેનોની સ્પર્ધામાં…
