૧૮મી ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસની ટીમે ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા

Spread the love

ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે બંને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા

ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ૧૮મી ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-૨૦૨૪માં શાનદાર પ્રદર્શન કરીને ત્રણ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે. આ ચેમ્પિયનશિપ તા.૨૪થી ૨૯ માર્ચ, ૨૦૨૫ દરમિયાન ઈન્દોર ખાતે યોજાઈ

આ સ્પર્ધામાં ગુજરાત પોલીસના બે અધિકારીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. પીઆઈ લજ્જા ગોસ્વામીએ ૩૦૦ મીટર ૩ પોઝિશન રાઈફલ વ્યક્તિગત અને ૫૦ મીટર ૩ પોઝિશન રાઈફલ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેમજ પીએસઆઈ સિયા જે. તોમરે ૩૦૦ મીટર પ્રોન રાઈફલ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે બંને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે, આ સિદ્ધિ ગુજરાત પોલીસની પ્રતિભા અને સમર્પણનું પ્રતીક છે, જે રાજ્યનું ગૌરવ વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *