“ગીફ્ટ સીટી ગાંધીનગર માં ગ્રાન્ડ મર્કયુર ફાઇવ સ્ટાર હોટેલ મા આયોજીત વિયેટનામ દ્વારા વાય.એસ.કે યોગ સ્ટાર ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપ માં ભારત એ મેળવ્યા 8 ગોલ્ડ,18 બ્રોન્ઝ અને 10 બ્રોન્ઝ મેડલ ટોટલ 36 મેડલ જેમાંથી ગૂજરાતના ખેલાડીઓએ 7 ગોલ્ડ,17, બ્રોન્ઝ અને 9 બ્રોન્ઝ કુલ 34 મેડલ મેળવીને બનાવ્યો ઇતિહાસ”

ગુજરાતે સૌથી વધુ મેડલ મેળવીને ભારતને ટીમ ચૅમ્પિયન ટ્રોફી મેળવવામાં બનાવવામા સિંહ ફાળો આપ્યો
ખેલાડીઓ અને ડો. મહેબુબ કુરેશી વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તેમજ પ્રેસિડેન્ટ યોગ સ્પોર્ટસ ફાઉન્ડેશન ઓફ ગુજરાતે ભારત તરફથી વર્લ્ડ કપ લીધો
ગાંધીનગર
તા 17 ઓગસ્ટના રોજ આયોજીત YSK ઈન્ટરનેશનલ યોગ ચેમ્પિયનશિપ 2024 ગાંધીનગરમા ભારતે મેળવ્યા 8 ગોલ્ડ,18 બ્રોન્ઝ અને 10 બ્રોન્ઝ મેડલ ટોટલ 36 મેડલ જેમાંથી ગૂજરાતના ખેલાડીઓએ 7 ગોલ્ડ,17, બ્રોન્ઝ અને 9 બ્રોન્ઝ કુલ 34 મેડલ મેળવીને ઇતિહાસ રચીને એક અદ્ધભૂત સિદ્ધિ હાંસલ કરી છે.”
આ ટૂર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે શિશપાલ સેવક ચેરમેન ગુજરાત યોગ બોર્ડ, મેડમ વુ હોંગ યેન ysk ઈન્ટરનેશનલ યોગ પ્રેસિડેન્ટ, ડૉ.શિવમ મિશ્રા YSF જનરલ સેક્રેટરી,ડો.મહેબુબ કુરેશી વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પ્રેસિડેન્ટ યોગ સ્પોર્ટસ ફાઉંન્ડેશન ઓફ ગુજરાત, કરીમ લાખાણી CA, વિનુ પટેલ પ્રોજેક્ટ ચેરમેન, વિશ્વાસ ત્યાગી ખજાનચી હાજર રહ્યા હતા.
મેડલ મેળવનારા ખેલાડીઓ
મેડલ મેળવનારા ખેલાડીઓમા યશવી અમિત કૈલા ગોલ્ડ:1,સિલ્વર:1,નીલ ચિંતન પટેલ ગોલ્ડ:1,સિલ્વર:1 ,આશિ અજીત પ્રસાદ ગોલ્ડ:1,સિલ્વર:1,શ્રિયા અજીત પ્રસાદ બોન્ઝ:2, ઝરણા વાળંદ સિલ્વર :2,હીરાની ફાતિમા ગોલ્ડ:1,સિલ્વર:1,વિશેષ શાસ્ત્રી ગોલ્ડ:1,સિલ્વર:1, દર્શના ચેતન ડાભી સિલ્વર :1 બ્રોન્ઝ :1,ઉર્મિલા જી પરમાર સિલ્વર :1 બ્રોન્ઝ :1, દુદાણી મેઝબાન સિલ્વર :1 બ્રોન્ઝ :1, જયંતીજી ઠાકોર બ્રોન્ઝ :2,રસિક પ્રજાપતિ ગોલ્ડ :1 સિલ્વર :1, કાવ્યા પંડ્યા સિલ્વર :2,શિવાની પાંડે બ્રોન્ઝ :1,લંગાનીયા નીરવ ગોલ્ડ:1,સિલ્વર:1 ધીરુ રાઠોડ ગોલ્ડ :1 સિલ્વર :1,ત્રિવેદી રુચા ગોલ્ડ :1 બ્રોન્ઝ :1 ,સ્વરા પ્રદીપ પટેલ સિલ્વર :2 માન્ય વિનુભાઈ પટેલ સિલ્વર :1 બ્રોન્ઝ :1
ઉપરોક્ત ચેમ્પિયનશિપને સફલ બનાવવા માટે ગુજરાત તરફથી યોગ સ્પોર્ટસ ફાઉન્ડેશનના પ્રમુખ ડો. મહેબુબ કુરેશી, વિનુ પટેલ પ્રોજેક્ટ ચેરમેન, તેમજ હોદ્દેદારો કરીમ લાખાણી, નિલેષ પટેલ, જ્યોતિ ઓઝા, ડૉ જાસ્મિન પઠાણ, ડૉ રૂપલ પટેલ, રાજેશ રાઠોડ, અમન કુરેશી તેમજ સભ્યોએ એ જહેમત ઉઠાવી હતી.