પ્રો કબડ્ડી લીગ સીઝન- 11 , 18 ઓક્ટોબર થી શરૂ થશે

Spread the love

મુંબઈ

મશાલ સ્પોર્ટ્સ, પ્રો કબડ્ડી લીગ ના આયોજકે જાહેરાત કરી કે PKL સીઝન- 11,  18 ઓક્ટોબર 2024 ના રોજ શરૂ થશે. પ્રો કબડ્ડી લીગની દસ સિઝન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ વિશ્વની સૌથી મોટી કબડ્ડી લીગ ઓક્ટોબરમાં એક નવા તબક્કાની શરૂઆત થશે.

સીઝન 11માં, પ્રો કબડ્ડી લીગ ત્રણ શહેરોના કારવાં ફોર્મેટમાં ફરશે. 2024ની સીઝન 18 ઓક્ટોબરના રોજ હૈદરાબાદના ગચીબોવ્લી ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થશે, બીજા તબક્કો 10 નવેમ્બર થી નોઇડા ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થશે. જ્યારે ત્રીજુ ચરણ પુણેના બાલેવાડી બેડમિન્ટન સ્ટેડિયમમાં 3 ડિસેમ્બરથી શરૂ થશે. પ્લેઓફ માટેની તારીખ અને સ્થળ ની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે.

PKL સિઝન 11ની તારીખોની જાહેરાત અંગે પ્રો કબડ્ડી લીગની લીગ કમિશનર અનુપમ ગોસ્વામીએ કહ્યું કે, “અમને PKL સિઝન 11ની શરૂઆતની તારીખ અને સ્થળ ની જાહેરાત કરતા આનંદ થાય છે. 10 સીઝન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, PKL સિઝન 11 એક નવા સીમાચિહ્નરૂપ બનશે. જેનાથી ભારત અને વિશ્વભરમાં કબડ્ડીના વિકાસને મજબૂતી મળશે.”

પ્રો કબડ્ડી લીગ સીઝન 11ની હરાજી 15-16 ઓગસ્ટ 2024 દરમિયાન મુંબઈમાં યોજાઈ હતી, જેમાં આઠ ખેલાડીઓ 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતે ગયા હતા, જે લીગના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ છે.

મશાલ સ્પોર્ટ્સ અને ડિઝની સ્ટારે PKL ને ભારતની સૌથી સફળ સ્પોર્ટ્સ લીગ માંની એક બનાવી છે. એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયા (AKFI) સાથેના  કરાર હેઠળ મશાલ દ્વારા આયોજિત અને સંચાલિત, પ્રો કબડ્ડી લીગે ભારતની સ્વદેશી રમત કબડ્ડી અને તેના રમતવીરોની રાષ્ટ્રીય તેમજ સમગ્ર વિશ્વમાં ઓળખ  બદલી નાખી છે. PKLમાં તેમના ઘણા ખેલાડીઓ ની ભાગીદારી જોયા પછી, ઘણા કબડ્ડી રમતા દેશો તેમના સ્થાનિક કબડ્ડી કાર્યક્રમોને પણ મજબૂત બનાવ્યા છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *