રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-19ની પસંદગી ચેમ્પિયનશિપ-2024 ટુર્નામેન્ટ

Spread the love

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-19 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2024 ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 7.9.2024 અને 8.9.2023 ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 7.9.2024ના રોજ સવારે 10:00 કલાકે શરૂ થશે.

ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 150 ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લે એવી અપેક્ષા છે. ટ્રોફી સાથે રૂ.13000/- રોકડ પુરસ્કાર અપાશે. દરેક શ્રેણીમાં ટોચના પાંચ વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. ટોચના ચાર વિજેતાઓ દરેક શ્રેણીમાંથી હરિયાણા ખાતે રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. વધુ વિગતો માટે ભાવેશ પટેલનો +91 9426064702 પર સંપર્ક કરવો.

Total Visiters :91 Total: 1497990

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *