અમદાવાદ
ITF J30 ટેનિસ ટુર્નામેન્ટ અમદાવાદમાં સતત બીજી વખત 9મીથી 13મી સપ્ટેમ્બરે યોજાવાની છે… ક્વોલિફાઈંગ રાઉન્ડ 7મી અને 8મી સપ્ટેમ્બરે નિર્ધારિત છે. આ ટુર્નામેન્ટનું વિશેષ મહત્વ છે. સપ્ટેમ્બર 9 થી 13મી 2024 (મુખ્ય ઈવેન્ટ), સપ્ટેમ્બર 7-8, 2024 (ક્વોલિફાઈંગ રાઉન્ડ) યોજાશે. અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે સ્પર્ધા યોજાશે જ્યાં 9 હાર્ડ સિન્થેટિક કોર્ટ છે. આશરે 120 છોકરાઓ અને છોકરીઓ, 18 વર્ષથી ઓછી ઉંમરના સ્પર્ધામાં ભાગે લેશે. ફાઈનલ 13મી સપ્ટમ્બરે યોજાશે.
આ ટુર્નામેન્ટમાં ગુજરાતના જ ખેલાડીઓને અનોખો ફાયદો છે. અમે ગુજરાતના ખેલાડીઓને દરેક કેટેગરીમાં કુલ 12 છોકરાઓ (2 મુખ્ય + 3 ક્વોલિફાઇંગ) ગર્લ્સ (2 મુખ્ય + 5 ક્વોલિફાઇંગ) વાઇલ્ડ કાર્ડ્સ આપ્યા છે, જેથી તેઓને આંતરરાષ્ટ્રીય મંચ પર તેમનું કૌશલ્ય દર્શાવવાની તક મળશે, એમ GSTAના પ્રમુખ ચિંતન પરીખે જણાવ્યું હતું.
વાઇલ્ડ કાર્ડ્સ એન્ટ્રી મેળવનારા ખેલાડીઓમાં બોયઝમાં દેવ વિપુલ પટેલ મુખ્ય ITF 2700 રેન્કિંગ, અમદાવાદ,સૌરીશ મોદી મુખ્ય ITF 3133 અમદાવાદ, વ્યોમ શાહ અમદાવાદ ક્વોલિફાય, મહાવીર મોદી અમદાવાદ ક્વોલિફાય અને જેવિન કાનાણી ક્વોલિફાઈંગ વડોદરાનો સમાવેશ થાય છે.
ગર્લ્સમાં સવિ પંચાલ મુખ્ય અમદાવાદ, હિયા કુગસિયા મુખ્ય અમદાવાદ, જિયા પંડ્યા અમદાવાદ ક્વોલિફાઈંગ કનિસ્કબાગોહિલ ક્વોલિફાઈંગ રાજકોટ, હેમાક્ષી મોદી ક્વોલિફાઈંગ, અમદાવાદ, વૃષ્ટિ પટેલ ક્વોલિફાય, અમદાવાદ હિમેક્સીવડલીયા ક્વોલિફાય, પાલનપુરનો સમાવેશ થાય છે.
અમદાવાદ, ગુજરાતમાં ઉચ્ચ-પ્રદર્શન ટેનિસ લાવીને, સ્થાનિક ખેલાડીઓ અને ટેનિસ ઉત્સાહીઓને તેમના પોતાના ઘરઆંગણે વિશ્વ-કક્ષાની ટેનિસના સાક્ષી બનવાની દુર્લભ તક પૂરી પાડે છે. ACTFના માનદ સચિવ ભરત ચોકશીએ જણાવ્યું હતું.
શ્રીમલ ભટ્ટ માનદ સચિવ GSTA નું અવતરણ…
આ સ્પર્ધા સ્થાનિક પ્રતિભાઓ માટે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડશે.ગુજરાતના સ્મિત પટેલ (ITF RANK 1024) જેઓ છોકરાઓમાં ટોચના ક્રમાંકિત છે, અને ગર્લ્સ કેટેગરીમાં ઐશ્વર્યા જાધવ (ITF RANK 662) મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્પર્ધામાં નેશનલ ચેમ્પિયન, ગુજરાતના નામાંકિત ખેલાડીઓ ટોચના ક્રમાંકિત છે. આ ટૂર્નામેન્ટમાં ભારત ઉપરાંત યુએસએ, ઓસ્ટ્રેલિયા અને નેપાળના ખેલાડીઓ ભાગ લેશે.
આ વર્લ્ડ રેન્કિંગ ખેલાડીઓને માત્ર આંતરરાષ્ટ્રીય વર્લ્ડ જુનિયર રેન્કિંગ જ નહીં પરંતુ જુનિયર ગ્રાન્ડસ્લેમ્સ તરફ આગળ વધવા માટે મૂલ્યવાન પોઈન્ટ્સ પણ એકઠા કરવાની તક મળશે.
પોઈન્ટની ફાળવણી નીચે મુજબ છે
સિંગલ્સ: ડબલ્સ
વિજેતા 30 25
રનર્સ અપ 18 13