
પર્કિન્સન્સ ડિસિઝ સોસાયટી ગુજરાત (ઈન્ડિયા) દ્વારા સંસ્થાના 25 વર્ષ પર રજત જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે 28 સપ્ટેમ્બર શનિવારના રોજ સવારે 9.30થી 11.30 દરમિયાન એક વિશેષ કાર્યક્રમ યોજાશે. અમદાવાદના નવરંગપુરા ખાતેના ડીકે પટેલ હોલમાં યોજાનારા કાર્યક્રમમાં શહેરના જાણીતા ન્યૂરો સર્જન ડૉ. સાગર બેટાઈ આધુનિક સમયમાં પાર્કિન્સન્સ રોગની સારવારમાં શું બદલાયું ચે એ વિષય પર પ્રવચન આપશે. આયંગર યોગ નિષ્ણાત હેતલ દેસાઈ આ પ્રસંગે દર્દીઓ માટે લાભદાયક આયંગર યોગ થેરાપી અને સાઉન્ડ થેરાપી મેડિટેશન કરાવશે. આ પ્રસંગે અમદાવાદ મિરર અને નવગુજરાત સમયના ગ્રુપ એડિટર અજય ઉમટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.