દીક્ષા ડાગરે તેનું બીજું લેડિઝ યુરોપિયન ટૂર ટાઈટલ જીત્યું

Spread the love

દીક્ષાએ આ પહેલા વર્ષ 2019માં એલઈટી ટાઈટલ જીત્યું હતું, દીક્ષા ડાગર હરિયાણના ઝજ્જરની વતની છે, આ ઉપરાંત તે અરામકો ટીમ સીરીઝમાં વિજયી ટીમનો હિસ્સો હતી


નવી દિલ્હી
ભારતની મહિલા ગોલ્ફર દીક્ષા ડાગરે તેનું બીજું લેડીઝ યુરોપિયન ટૂર ટાઈટલમાં શાનદાર પ્રદર્શન કરતા જીત્યુ છે. 22 વર્ષીય ડાબોડી પ્લેયર દીક્ષાએ આ પહેલા વર્ષ 2019માં એલઈટી ટાઈટલ જીત્યું હતું. દીક્ષા ડાગર હરિયાણના ઝજ્જરની વતની છે. આ ઉપરાંત તે અરામકો ટીમ સીરીઝમાં વિજયી ટીમનો હિસ્સો હતી.
દીક્ષા ડાગર અત્યાર સુધી તે બે વ્યક્તિગત ટાઇટલ સિવાય નવ વખત ટોપ ટેનમાં સ્થાન મેળવી ચુકી છે. જેમાંથી તેણે આ સિઝનમાં ચાર વખત આવું કર્યું છે. દિક્ષાએ રવિવારે દિવસની શરૂઆત પાંચ શોટની લીડ સાથે કરી હતી. તેણે અંતિમ રાઉન્ડમાં 69 સ્કોર કર્યો અને આ દરમિયાન તેણે ત્રણ રાઉન્ડમાં કુલ 13 બર્ડી બનાવી હતી. તેણે માત્ર પ્રથમ અને છેલ્લો શોટ છોડ્યો હતો. દીક્ષાનો મુકાબલો થાઈલેન્ડની ત્રિચેટ સામે હતો પરંતુ તેણે અંતિમ દિવસની શરૂઆત નવ શોટથી કરી હતી. રવિવારે દિક્ષા ઉત્તમ લયમાં હતી. ત્રિચેટ બીજા સ્થાને જ્યારે ફ્રાન્સની સેલિન હર્બિન ત્રીજા સ્થાને રહી હતી. રોયલ બિરોન ક્લબમાં આ અઠવાડિયે ભારે પવનની વચ્ચે પણ સારુ પ્રદર્શન કર્યુ હતું. તે 2021માં અહીં ચોથા ક્રમે રહી હતી.
એલઈટી ટૂર પર ટાઇટલ જીતનારી દીક્ષા ભારતની બીજી મહિલા ગોલ્ફર છે. આ પહેલા અદિતિ અશોકે 2016માં ઈન્ડિયન ઓપન જીતી હતી. આ સાથે જ દીક્ષા આ વર્ષે જીતનારી બીજી ભારતીય છે. આ સિઝનમાં અદિતિએ મેજિકલ કેન્યા લેડીઝ ટાઈટલ જીત્યું હતું. દીક્ષાએ માર્ચ 2019માં દક્ષિણ આફ્રિકન ઓપનના રૂપમાં પહેલું ટાઈટલ જીત્યું હતું અને હવે તેણે ચાર વર્ષ, ત્રણ મહિના અને 11 દિવસ બાદ બીજું ટાઈટલ જીત્યું છે. દીક્ષા આ વર્ષે બેલ્જિયમ લેડીઝમાં સંયુક્ત રીતે છઠ્ઠા સ્થાને રહી હતી. તે હેલસિંગબોર્ગ લેડીઝ ઓપનમાં સંયુક્ત રીતે આઠમું અને ઈમુન્ડી જર્મન માસ્ટરમાં ગયા અઠવાડિયે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહી હતી.
દીક્ષાએ બધિર ઓલિમ્પિક્સમાં બે વખત મેડલ જીત્યા છે. તેણે 2017માં સિલ્વર મેડલ અને 2021માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો, તે બધિર ઓલિમ્પિક અને મુખ્ય ઓલિમ્પિક બંનેમાં ભાગ લેનારી પ્રથમ ગોલ્ફર બની હતી. આ સિવાય તેણે 2018 એશિયન ગેમ્સમાં પણ ભાગ લીધો હતો.
દીક્ષાને બાળપણથી જ સાંભળવામાં તકલીફ છે. તે છ વર્ષની ઉંમરથી મશીનની મદદથી સાંભળી રહી છે. તેના પરિવારની મદદથી તેણે તેના તમામ પડકારો પર વિજય મેળવ્યો અને ગોલ્ફમાં સફળતા હાંસલ કરી છે. તેમના પિતા કર્નલ નરિન્દર ડાગર જ તેમના માર્ગદર્શક, કોચ રહ્યા છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *