
મુંબઈ
બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે આજે જાહેરાત કરી હતી કે તેના બરોડા બીએનપી પારિબા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડે આ નવેમ્બરમાં તેના રોકાણકારો માટે સતત સંપત્તિ સર્જનના છ વર્ષ પૂરા કર્યા છે. આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન આ સ્કીમ માટે વધુ એક નોંધપાત્ર સીમાચિહ્ન તરીકે આવ્યું છે જેણે રૂ. 4,000 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)નો આંક વટાવ્યો છે. પ્રારંભથી જ આ ફંડ ન કેવળ કેટેગરી સરેરાશ કરતાં વધુ રિટર્ન આપતું રહ્યું છે પરંતુ તેણે ઓછી અસ્થિરતા સાથે ઇક્વિટી બજારોની વૃદ્ધિમાં ભાગ લેવા ઇચ્છતા રોકાણકારો માટે ટોપ પર્ફોર્મ તરીકે પણ પોતાની જાતને સાબિત કર્યું છે.
આ સ્કીમ ન કેવળ ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે પંરતુ કેશ અને ફ્યુચર માર્કેટ્સ વચ્ચે ભાવના તફાવતનો લાભ લઈને ડેરિવેટિવ્સનો પણ લાભ લે છે. આ ફંડ ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમ વચ્ચે એસેટ્સને સક્રિયપણે ફાળવીને પ્રોપરાઇટરી મોડલનો ઉપયોગ કરે છે. આ સુવિધાથી ફંડ બજારની અસ્થિરતાનો લાભ લઈ શકે છે અને તેના રોકાણકારો માટે વધુ સરળ રોકાણ સફર તરફ દોરી જાય છે.
બરોડા બીએનપી પારિબા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડમાં એસઆઈપી રોકાણકારોએ મજબૂત વળતર જોયા છે જે તેના પ્રારંભથી માંડીને 1, 3 અને પાંચ વર્ષના સમયગાળામાં બેન્ચમાર્ક ઇન્ડેક્સને સતત આઉટપર્ફોર્મ કરી રહ્યા છે. લમ્પસમ રોકાણકારો માટેના વળતર પણ સતત બેન્ચમાર્કને વટાવી રહ્યા છે જે નીચેના ટેબલમાં જોઈ શકાય છેઃ
બરોડા બીએનપી પારિબા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ – સ્કીમ રિટર્ન્સ
Compounded annualised rate of growth in % | 1 year | 3 years | 5 years | Since Inception |
Baroda BNP Paribas Balanced Advantage Fund | 26.45 | 12.53 | 15.96 | 15.15 |
Nifty 50 Hybrid Composite Debt 50:50 Index | 18.75 | 9.41 | 12.31 | 12.58 |
બરોડા બીએનપી પારિબા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ – એસઆઈપી રિટર્ન
1 year | 3 years | 5 years | Since Inception | |
Total Amount Invested | 1,20,000 | 3,60,000 | 6,00,000 | 7,20,000 |
Market Value | 1,30,030 | 4,63,471 | 9,04,361 | 11,72,750 |
Scheme Return (% CAGR) | 15.79 | 17.10 | 16.41 | 16.12 |
Index Amount Invested | 1,27,896 | 4,34,264 | 8,26,291 | 10,55,686 |
Index Return (% CAGR) | 12.37 | 12.55 | 12.75 | 12.62 |
તાજેતરના સમયમાં જ્યારે ભારતીય શેરબજારો વૈશ્વિક પરિબળો અને સ્થાનિક ગતિવિધિઓના લીધે ખૂબ જ અસ્થિરતા જોઈ રહ્યા છે ત્યારે હાઇબ્રિડ ફંડ્સે રોકાણકારોનું ખાસ્સું ધ્યાન ખેંચ્યું છે. બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ રૂઢિચુસ્ત ઇક્વિટી રોકાણકારો માટે વધુ આદર્શ છે જે વૃદ્ધિ અને મૂડીની સુરક્ષા વચ્ચે સંતુલન પૂરું પાડે છે. આ સ્કીમ ઇક્વિટી એક્સપોઝરને ડાયનેમિકલી એડજસ્ટ કરે છે અને બજારો જ્યારે ઓવરવેલ્યુડ હોય ત્યારે તેમાં ઘટાડો કરે છે અને ટૂંકા ગાળાના ઘટાડા દરમિયાન તેમાં વધારો કરે છે અને ખરીદીની તકોનો લાભ લે છે. બરાબર આ જ સમયે બરોડા બીએનપી પારિબા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ જેવી સ્કીમના ફંડ મેનેજર સુનિશ્ચિત કરે છે કે ડેટ રોકાણો ઉચ્ચ ક્રેડિટ ધરાવતા ક્વોલિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાય જે વધારાની સુરક્ષા આપે છે.
લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ ઇક્વિટી શેર્સમાં રોકાણ દ્વારા ફંડ મહત્તમ વળતર મેળવવાનો પ્રયાસ કરતી વખતે રિસ્કને ડાયવર્સિફાઇ કરે છે કારણ કે તે ચોક્કસ માર્કેટ કેપિટલાઇઝેશનના સ્ટોક્સના મેન્ડેટથી મર્યાદિત નથી. તેના એક્ટિવ એસેટ એલોકેશન અને ડાયનેમિક મેનેજમેન્ટ અપ્રોચ સાથે બરોડા બીએનપી પારિબા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ સ્થિતિસ્થાપક અને વિકાસ સંચાલિત રોકાણ વ્યૂહરચના ઇચ્છતા રોકાણકારો માટે આદર્શ પસંદગી બની રહે છે.
*ડેટા 31 ઓક્ટોબર, 2024ના રોજના છે