BCCIની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 મેચ આજે ગુજરાત અને કર્ણાટક વચ્ચે હોલકર સ્ટેડિયમ ગ્રાઉન્ડ – ઈન્દોર ખાતે રમાઈ હતી. જેમાં ગુજરાતનો 48 રને આસાન વિજય થયો હતો. કર્ણાટકે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટે 251 રન બનાવ્યા હતા જેના જવાબમાં કર્ણાટકની ટીમની ઈનિંગ્સ 203 રનમાં સમેટાઈ ગઈ હતી.
ટૂંકો સ્કોર
ગુજરાત – 20 ઓવરમાં 5 વિકેટે 251 રન (આર્ય દેસાઈ 40 બોલમાં 5 ચોગ્ગા, 4 છગ્ગાની મદદથી 73 રન, અક્ષર પટેલ 20 બોલમાં 2 ચોગ્ગા, 6 છગ્ગા સાથે 56 અણનમ, અભિષેક દેસાઈ 32 બોલમાં 4 ચોગ્ગા, 3 છગ્ગાની મદદથી 47 રન, કૌશિક વી 4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ, એમ.એસ.ભાંનડગે 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ )
કર્ણાટક – 19.1 ઓવરમાં 203 રન ઓલઆઉટ ( સમરાન આરએ 21 બોલમાં 1 ચોગ્ગા, 6 છગ્ગા સાથે 49 રન, મયંક અગ્રવાલે 20 બોલમાં 4 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 45 અણનમ રન,મનિષ પાંડે 17 બોલમાં 5 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી 30 રન,આરએમ બિશ્નોઈ 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ,અક્ષર પટેલ 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ, નાગવાસવાલા 4 ઓવરમાં 45 રન આપીને 2 વિકેટ) પરિણામ :- ગુજરાત 48 રનથી જીત્યું