P&G શિક્ષા 2005માં લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારથી તેણે શાળા પ્રવેશ અને શિક્ષણ સહાય વંચિત સમુદાયો અને શાળાઓના બાળકોને પૂરી પાડી છે, જેણે 2 દાયકાથી વધુના સમયમાં 50 લાખથી વધુ બાળકોને અસર કરી છે
~વોલંયિટર્સ આંતરરાષ્ટ્રીય દિન પર P&G કર્મચારીઓ, પરિવારો, એજન્સી ભાગીદારો, વિતરકો અને એનજીઓ વોલંટિયર્સ સહિતના અનેક વોલંટિયર્સ હવે પછીની પેઢી માટે કૌશલ્યોનું નિર્માણ કરવા માટે ભારતભરમાંથી એકત્રિત થયા હતા
અમદાવાદ
વ્હીસ્પર, ટાઇડ અને જિલેટ વગેરેની ઉત્પાદક પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ઇન્ડિયા (P&G ઇન્ડિયા) તેના સૌપ્રથમ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબીલીટી (CSR) પ્રોગ્રામ એવા P&G શિક્ષાના પ્રારંભના 20 વર્ષોની ઉજવણી કરી રહી છે. શાળાના આંતરમાળખામાં વિસ્તરણ કરીને વંચિત સમુદાયોને શિક્ષણનો લાભ પૂરો પાડવા માટે રાષ્ટ્રીય CSR કાયદો અસરમાં આવ્યા પહેલા P&G શિક્ષાની ઔપચારીક રીતે 2005માં સ્થાપના કરવામાં આવી હતી.
છેલ્લા 2 દાયકાથી વધુના સમયગાળામાં, P&G શિક્ષાએ તેના મહત્ત્વના અસર વિસ્તારમાં એકને માત્ર એક માત્ર શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. જેમાં શિક્ષા ફક્ત શાળા આંતરમાળખાનું નિર્માણ કરવાથી લઇને હવે શિક્ષણના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આજે, શિક્ષાના પ્રયત્નોને શિક્ષણની ત્રુટીઓના અવરોધન અને ઉપાય મારફતેસ્થાપિત સાક્ષરતા અને આંકડાકીય સુધારો કરવા તરફે વાળવામાં આવી છે, જેથી પ્રત્યેક બાળક તેમના ગ્રેડ લેવલ સાથે ખ્યાલાત્મક સમજણ પ્રાપ્ત કરી શકે. 20 વર્ષથી વધુના સમયથી P&G શિક્ષાએ હજ્જારો સમુદાયો અને શાળાઓમાં કામ કર્યુ છે, જેણે સામુહિક રીતે 50 લાખ બાળકો પર અસર કરી છે.
ઇન્ટરનેશનલ ડે ઓફ વોલંટિયર્સ પર સીમાચિહ્ન ઉજવણીઓના પ્રારંભે P&G કર્મચારીઓ, પરિવારો, એજન્સી ભાગીદારો, વિતરક ભાગીદારો અને એનજીઓ વોલંટિયર્સ સહિતના અનેક વોલંટિયર્સ (સ્વયંસેવકો) દેશના વિવિધ સ્થળોએ P&G ઇન્ડિયાની સૌથી મોટી સ્વયંસવેકોની પહેલ હેઠળ એકત્રિત થયા હતા.
સ્વયંસેવકોએ સેંકડો વિદ્યાર્થીઓને ખાસ રચવામાં આવેલા શિક્ષણ દ્વારા જોડ્યા હતા જે વિવિધ સ્થળોએ વિદ્યાર્થીઓની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આમાં નાના બાળકોમાં ભાવનાત્મક બુદ્ધિ વધારવા, સહયોગી વાર્તા લખવાની ટેકનિક વિકસાવવા, કારકિર્દીના વિવિધ માર્ગો પર જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતા મોડ્યુલોનો સમાવેશ થાય છે. બાળકો વિજ્ઞાનના સરળ અજાયબીઓને સંબંધિત રીતે સમજાવીને પસંદ કરી શકે છે. P&G શિક્ષા બેટિયા શિષ્યવૃત્તિના વિદ્વાનોના એક વિશેષ જૂથ માટે, જે STEM શિક્ષણને અનુસરતી કન્યાઓને નાણાકીય સહાય અને માર્ગદર્શન પૂરું પાડે છે, ત્યાં રેઝ્યૂમ લેખન, ઇન્ટરવ્યુ ટીપ્સ અને માર્ગદર્શક ઇનસાઇટ્સ પરના સત્રો હતા.
સ્વયંસેવી અભિયાન એક જ સમયે અને તે જ દિવસે મુંબઈ, હૈદરાબાદ, ગોવા, બદ્દી, મંડીદીપ, ભીવાડી, અમદાવાદ અને ચેન્નાઈ સહિતના શહેરોમાં યોજવામાં આવી હતી.