નવી દિલ્હી
આપણા ઘરનો બહારનો ભાગ ભારે વરસાદ, ધોમધખતો તાપ અને સતત ધૂળ જેવા સતત પડકારોનો સામનો કરતો હોય છે. સમય જતા આના લીધે ઘરના દેખાવ અને ડ્યુરેબિલિટી પર અસર પડી શકે છે જેના લીધે ઘર માલિકો લાંબા ગાળાનો સોલ્યુશન્સ શોધતા હોય છે. સમગ્ર ભારતમાં ઘર માલિકોની વિશ્વસનીય બ્રાન્ડ એશિયન પેઇન્ટ્સ લેમિનેશન પેઇન્ટ તરીકે ઓળખાતા તેના ફ્લેગશિપ એક્સટિરિયર પેઇન્ટ એપેક્સ અલ્ટિમા પ્રોટેકને નવા સ્તરે લઈ ગઈ છે. આ પેઇન્ટ હવે ગ્રેફિન દ્વારા સંચાલિત છે જે એક ક્રાંતિકારી મટિરિયલ છે જે અદ્વિતીય સુરક્ષા અને મજબૂતાઈ લાવે છે. 12 વર્ષની વોરંટી સાથે આ રિ-એન્જિનિયર્ડ પેઇન્ટ બહારની દીવાલોની સુરક્ષા માટે ટોચની પસંદગી બની છે.
વજનમાં હળવું છતાં સૌથી મજબૂત એવું ગ્રેફિન તેની અદ્ભુત મજબૂતાઈ, ફ્લેક્સિબિલિટી અને ડ્યુરેબિલિટી સાથે ઉદ્યોગોમાં પરિવર્તન લાવી રહ્યું છે. હવે તે એશિયન પેઇન્ટ્સ એપેક્સ અલ્ટિમા પ્રોટેકને એક મજબૂત અવરોધક બનાવે છે જે યુવી ફેડિંગ, ક્રેક્સ અને પાણીના નુકસાનથી ઘરને બચાવે છે. ગ્રેફિનની એડવાન્સ્ડ ઇલાસ્ટોમેરિક પ્રોપર્ટીઝ ભારતીય ઘરો માટે સૌથી મજબૂત અને સૌથી વિશ્વસનીય પ્રોટેક્શન છે.
આ નવા પ્રોડક્ટ ના લોન્ચ સાથે એશિયન પેઇન્ટ્સે બ્રાન્ડ એમ્બેસડર રણબીર કપૂર સાથે બિલકુલ નવું કેમ્પેઇન રિલીઝ“The Safe House” કર્યું છે. આ કોમર્શિયલમાં રણબીર કપૂરને પહેલી વખત એક જાસૂસ તરીકે દર્શાવ્યો છે જે જોખમી પરિસ્થિતિથી દિલધડક રીતે બચી જતો દેખાય છે.
આ એડ મોરોક્કોના એક બજારમાં શરૂ થાય છે જે પ્રેક્ષકોને એક સાહસિક સફરે લઈ જાય છે. એક ડેશિંગ એજન્ટ તરીકે રણબીર તેની હિરોઇન સાથે વ્યસ્ત માર્ગો પર બચતો ફરે છે કારણ કે દુશ્મનો તેનો પીછો કરી રહ્યા હોય છે. એક મિસાઇલ તેના લક્ષ્યાંક પર લોક થાય છે બરાબર એ જ સમયે રણબીર ગ્રેફિન દ્વારા સંચાલિત અલ્ટિમા પ્રોટેકથી સુરક્ષિત થયેલા તેમના સુરક્ષિત ઘરમાં ચતુરાઈપૂર્વક જતો રહે છે.
દુશ્મન બધા જ પ્રયાસો કરે છે, મિસાઇલો છોડે અને સતત હુમલા કરે છે પરંતુ safe houseમજબૂત રહે છે. આ જાહેરાત સુંદર રીતે દર્શાવે છે કે ધોમધખતો તાપ, ભારે વરસાદ અને સતત ધૂળ જેવા દરેક બાહ્ય તત્વો સામે અલ્ટિમા પ્રોટેક સુરક્ષા પૂરી પાડે છે.
આ કેમ્પેઇન જાસૂસી વાર્તાને નવીનતા સાથે મિક્સ કરીને બતાવે છે કે કેવી રીતે ગ્રેફિન દ્વારા સંચાલિત અલ્ટિમા પ્રોટેક અદ્વિતીય પર્ફોર્મન્સ આપે છે. safe house બાહ્ય પડકારોથી ઘરને સુરક્ષિત રાખવામાં બ્રાન્ચના વચનને નિભાવે છે.