મંઝાનપુરમાં સમદા સુગર મિલ પાસે યુપી એસટીએફ સાથેની અથડામણમાં મોહમ્મદ ગુફરાન નામના એક અપરાધીને માર્યો
ગયો
લખનૌ
ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં યુપી એસટીએફ ટીમે ઈનામી આરોપીનું એન્કાઉન્ટર કર્યું છે. ગુનેગાર હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ હાઉસમાં ખસેડી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, મંઝાનપુરમાં સમદા સુગર મિલ પાસે યુપી એસટીએફ સાથેની અથડામણમાં મોહમ્મદ ગુફરાન નામનો એક અપરાધી માર્યો ગયો છે. તેના પર 1,25,000 રૂપિયાનું ઈનામ હતું. કૌશામ્બીના પોલીસ અધિક્ષક બ્રિજેશ શ્રીવાસ્તવે કહ્યું કે, એન્કાઉન્ટરમાં એક વોન્ટેડ ગુનેગાર માર્યો ગયો છે.
અપરાધીની ઓળખ ગુફરાન તરીકે થઈ છે, જે હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ હતો. તમને જણાવી દઈએ કે, યોગી આદિત્યનાથ 2017માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધીમાં 10,900થી વધુ એન્કાઉન્ટર થયા છે જેમાં 185થી વધુ ગુનેગારો માર્યા ગયા છે.