
ભારતથી ફ્રોઝન પોટેટો પ્રોડક્ટ્સની નિકાસમાં અગ્રણી કંપની તરીકે અમે ફૂડ પ્રોસેસિંગના સનરાઇઝ સેક્ટર દ્વારા રજૂ થતી વિશાળ તકોને ઓળખીએ છીએ. અમે માનીએ છીએ કે આગામી બજેટ ત્રણ મહત્વના ક્ષેત્રો પર ધ્યાન આપીને એક ટર્નિંગ પોઇન્ટ બની શકે છે.
પહેલું, એક ચોક્કસ સીમાથી વધુના નવા મૂડી ખર્ચ માટે લાંબી કર છૂટ અને નિકાસ સંબંધિત પ્રોત્સાહનો જેવા પગલાં દ્વારા મૂડી રોકાણો મેળવવા જે પ્રોડક્ટ્સને મોટાપાયે ઉત્પાદન કરતા અર્થતંત્રોની સરખામણીએ સ્પર્ધાત્મક બનાવે. મોટા પ્રોસેસિંગ યુનિટ્સને વિશાળ અર્થતંત્રોથી લાભ થાય છે જેનાથી પ્રોડક્ટ્સ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બને છે અને વિદેશી હૂંડિયામણની આવકમાં વધારો થાય છે.
બીજું, આ સેક્ટરમાં નોંધપાત્ર પ્રમાણમાં રોજગારી ઊભી કરવાની સંભાવના રહેલી છે. વધારાની નોકરીઓના સર્જન સાથે જોડાયેલી સબસિડીઓ શ્રમ શોષણ (લેબર એબ્સોર્પ્શન)ને વેગ આપી શકે છે અને અનેક લોકો માટે આજીવિકા વધારી શકે છે.
છેલ્લે, મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ વર્ગના લોકો માટે કરવેરા ઓછા કરીને સ્થાનિક વપરાશને વધારવાથી માંગમાં વધારો થશે અને આર્થિક વિકાસને વેગ મળશે.
અમને આશા છે કે બજેટ આ પ્રાથમિકતાઓને સ્વીકારશે અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટર જેવા સનરાઇઝ સેક્ટર્સને વિકસવા માટે ટેકો પૂરો પાડશે તથા ભારત માટે વિકાસનું મહત્વનું ચાલકબળ બનાવશે.