યુએઇને તરોતાજા રાખવા માટે અગ્થિયા ગ્રૂપ સાથે ભાગીદારી કરી
દુબઈ, યુએઇ / બેંગલુરુ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી પાંખ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (આરસીપીએલ) સત્તાવાર રીતે ભારતની લેગસી બ્રાન્ડ કેમ્પા લોન્ચ કરી છે. વિશ્વની સૌથી મોટી એફએન્ડબી સોર્સિંગ ઇવેન્ટ, ગલ્ફફૂડની 30મી આવૃત્તિ દરમિયાન આ લોન્ચિંગ કરાયું છે. આરસીપીએલનો આ ડેબ્યૂ સાથે યુનાઈટેડ આરબ અમીરાતમાં પહેલવહેલો પ્રવેશ છે અને આ પ્રદેશ પ્રત્યેની તેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને ફરી આલેખે છે.
વર્ષ 2022માં કેમ્પા કોલાને હસ્તગત કર્યા પછી અને 2023માં ભારતમાં તેની પુનઃપ્રસ્તુતિ કરીને આરસીપીએલે આ હેરિટેજ બ્રાન્ડને સફળતાપૂર્વક પુનઃજીવીત કરી છે. ઉલ્લેખનીય છે કે, 1970 અને 1980ના ગાળામાં આ બ્રાન્ડ અનન્ય મોભો ધરાવતી હતી. કેમ્પા કોલાને યુએઈમાં ભાગીદાર અગ્થિયા ગ્રૂપ સાથે લોન્ચ કરવામાં આવી રહી છે, જે આ પ્રદેશની અગ્રણી ફૂડ એન્ડ બેવરેજ કંપનીઓમાંની એક છે.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના સીઓઓ કેતન મોદીએ જણાવ્યું કે, “ભારતીય બ્રાન્ડ કેમ્પા સાથે યુએઇના માર્કેટમાં પ્રવેશ કરવા બાબતે અમે રોમાંચિત છીએ, જે 50 કરતાં વધુ વર્ષ પહેલાં સ્થાપાયેલી એક હેરિટેજ બ્રાન્ડ છે. અમે લાંબાગાળા માટે રોકાણ કરી રહ્યા છીએ અને આ પ્રદેશમાં તેના માટે ઝડપી વૃદ્ધિની વિશાળ સંભાવનાઓ જોઈ રહ્યા છીએ. ગ્રાહકોને પોષાય તેવી કિંમતે નવીન અને વૈશ્વિક ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ પહોંચાડવાનો અમારો ટ્રેક રેકોર્ડ છે. સમગ્ર યુએઇમાં ગ્રાહકોની બેવરેજની અનુભૂતિમાં આમૂળ પરિવર્તન લાવવા આજે અમારા ભાગીદારો સાથે મળીને આવવાનો અમને ખૂબ આનંદ છે.”
“કેમ્પા એક કરતા વધુ પેઢીઓ સાથે જોડાયેલી છે અને તે યાદોને પુનઃજીવીત કરીને ગ્રાહકોને તે ઉન્મત યાદોની પળોને ફરી જીવી લેવા પ્રેરિત કરે છે. કેમ્પા એ માત્ર એક પીણું નથી; તે વારસાનું પુનરુત્થાન છે, તે ટેસ્ટ ઓફ ઈન્ડિયા છે અને આજના યુવાવર્ગની લાગણીઓની ઉજવણી છે. અમને વિશ્વાસ છે કે તે યુએઇના તમામ ગ્રાહકોમાં તેના તાજગીભર્યા સ્વાદ થકી ચાહકોની નવી તરંગ રજૂ કરશે. સાથે-સાથે તે ભારતીય વસાહતીઓને તેમના મૂળ સાથે જોડીને ભૂતકાળની યાદોને ફરી જગાવશે,” તેમ મોદીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે અગ્થિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલન સ્મિથે આ ભાગીદારી વિશે ટિપ્પણી કરી હતી કે, “અમે કેમ્પા કોલાને યુએઇમાં લાવવા માટે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સાથે ભાગીદારી કરવા બાબતે રોમાંચિત છીએ. આ આઇકોનિક બ્રાન્ડની ભૂતકાળની યાદો ઘણા લોકો સાથે જોડાયેલી છે અને અમે માનીએ છીએ કે તે યુએઇમાં નોંધપાત્ર ભારતીય વિદેશી સમુદાય અને સ્થાનિક ગ્રાહકો સાથે મજબૂત રીતે જોડાશે. આ ભાગીદારી અગ્થિયાના વૈવિધ્યસભર બેવરેજ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે છે અને આ પ્રદેશના ગતિશીલ બજારમાં અમારા નેતૃત્વને વધુ મજબૂત બનાવે છે. અમારા મજબૂત વિતરણ માળખા અને બજારની નિપુણતા સાથે અમે યુએઇમાં ગ્રાહકોની નવી પેઢી માટે કેમ્પા કોલાને ફરીથી રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ.”
પોતાના તાજગીભર્યા સ્વાદ અને બૂંદબૂંદ ઉત્તેજના સાથે કેમ્પા કોલા સાહસને જગાવનાર, દૃઢનિશ્ચયની પ્રતિક બની રહી છે. તે આજના યુવાનોના નિર્ભય, કદી હાર ન માનનારા અભિગમને બિરદાવે કરે છે. તે એક સામાન્ય બેવરેજ કરતા ઘણું વધારે છે. તે દૃઢતા અને મહત્વાકાંક્ષાનું પ્રતીક છે, જે ઉપભોક્તાઓને આત્મવિશ્વાસ અને ઉત્સાહ સાથે પડકારોને ઝીલવા પ્રેરિત કરે છે. પોતાના વાઈબ્રન્ટ પેકેજિંગ અને ભૂતકાળના ચળકાટ સાથે, અમે યુએઈમાં તેના નવી પેઢીના ઉપભોક્તાઓ સમક્ષ કેમ્પા કોલાની પુનઃપ્રસ્તુતિ કરતા રોમાંચ અનુભવીએ છીએ.
કેમ્પા પોર્ટફોલિયોમાં શરૂઆતમાં કેમ્પા કોલા, કેમ્પા લેમન, કેમ્પા ઓરેન્જ અને કોલા ઝીરોનો સમાવેશ કરાશે. તેના ઉડીને આંખે વળગે તેવા લાલ અને જાંબલી પેકેજિંગથી લઈને સ્પર્ધાત્મક કિંમત સાથે ઉત્પાદન પૂરું પાડવાના તેના વચન સુધી કેમ્પા આધુનિક સમયની સફળતા ગાથા બનવાના માર્ગે આગળ વધી છે, જે તેને યુએઇ માટે વધુ સુસંગત બનાવે છે.