અવની લેખરા બીબીસીનાં પૅરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર
શીતલ દેવી બીબીસીનાં ઇમર્જિંગ પ્લેયર જાહેર, મિતાલી રાજ લાઈફટાઈમ અચીવમેન્ટ ઍવૉર્ડ 2024થી સન્માનિત કરાયાં
શીતલ દેવી બીબીસીનાં ઇમર્જિંગ પ્લૅયર જાહેર, મિતાલી રાજ લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ 2024થી સન્માનિત કરાયાં
ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર (ISWOTY) ઍવૉર્ડનાં વિજેતા જાહેર કરાયાં છે. વિશ્વસ્તરે જાહેર મતદાન થયાં બાદ તેમની પસંદગી થઈ છે.
2024 પેરિસ ઓલિમ્પિકમાં બે ચંદ્રક જીતનારાં પ્રથમ ભારતીય તરીકે તેમની ઐતિહાસિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી છે. નોંધપાત્ર છે કે મનુ ભાકરને અગાઉ 2021માં બીબીસીનાં ‘ઇમર્જિંગ પ્લૅયર ઑફ ધ યર’ જાહેર કરવામાં આવ્યાં હતાં.
અવની લેખરાને પૅરા-શૂટિંગમાં તેમની ઐતિહાસિક સિદ્ધિઓ બદલ બીબીસી ‘પૅરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર’નો ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. ટોક્યો 2020માં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક તથા પેરિસ 2024માં સુવર્ણ ચંદ્રક સાથે ત્રણ પૅરાલિમ્પિક ચંદ્રક જીતનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા છે.
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઍવૉર્ડ વિજેતાઓને અભિનંદન આપતાં કહ્યું: “હું બીબીસીની સમગ્ર ટીમને ‘બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર’ પુરસ્કારનું આયોજન કરવાની પ્રશંસનીય પહેલ બદલ બિરદાવું છું. આ પહેલ દ્વારા બિરદાવાયેલાં અસાધારણ રમતવીરોએ માત્ર તેમની રમતગમતમાં જ ઉત્કૃષ્ટ દેખાવ નથી કર્યો, પરંતુ યુવા મહિલાઓને નિર્ભય બનીને તેમનાં સપનાંને આગળ ધપાવવા માટે પ્રેરણા પણ આપી છે.”
દિલ્હીમાં આયોજિત પુરસ્કાર અર્પણ સમારંભમાં બીબીસીના ડાયરેક્ટર જનરલ ટીમ ડેવીએ જણાવ્યું, “ઓલિમ્પિકમાં મનુ ભાકરનું ઐતિહાસિક પ્રદર્શન એ ભારતીય રમતજગત માટે એક નિર્ણાયક ક્ષણ છે. એક આશાસ્પદ યુવા શૂટરથી શરૂઆત કરીને વિક્રમ રચનાર ઓલિમ્પિક ખેલાડી બનવા સુધીની તેમની સફર દેશવિદેશમાં રમતવીરોને પ્રેરણા આપે છે. અમે અવની લેખરાને ‘પૅરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર’ તરીકે સન્માનિત કર્યાં છે. તેમની વિક્રમજનક સફળતાના કારણે પૅરા-સ્પૉર્ટ્સમાં વધુ સર્વસમાવેશિતા અને શ્રેષ્ઠતા માટેનો માર્ગ મોકળો થતો રહેશે.”
“બીબીસીની ભારતમાં દર્શકો માટે પ્રતિબદ્ધતા અમારા સંબંધોને ખાસ બનાવે છે, તથા ભારતના અસાધારણ ખેલાડીઓની સિદ્ધિઓની ઉજવણી કરતા અમને ગર્વ થાય છે.”
18 વર્ષીય તીરંદાજ શીતલ દેવીને ‘બીબીસી ઇમર્જિંગ પ્લૅયર ઍવૉર્ડ’ આપવામાં આવ્યો છે. ભારતનાં સૌથી નાની વયના પૅરાલિમ્પિક ચંદ્રકવિજેતા તરીકે અભૂતપૂર્વ સફળતા હાંસલ કરવા બદલ આ ઍવૉર્ડ અપાયો છે. તેમણે માત્ર ત્રણ વર્ષના ગાળામાં 2024 પેરિસ પૅરાલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક, 2022 એશિયન પૅરા ગેમ્સમાં બે સુવર્ણ અને એક રજત ચંદ્રક તથા વર્લ્ડ પૅરા આર્ચરી ચૅમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીત્યો છે.
મિતાલી રાજને 2004થી 2022 દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટ ટીમની રેકૉર્ડ 18 વર્ષ સુધી કૅપ્ટનશિપ માટે ‘બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યાં છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં કૅપ્ટન તરીકે આ સૌથી લાંબો ગાળો છે.
ધ કલેક્ટિવ ન્યૂઝરૂમે BBC ISWOTYની પાંચમી આવૃત્તિનું નિર્માણ અને સંચાલન કર્યું છે.
કલેક્ટિવ ન્યૂઝરૂમનાં સીઈઓ રૂપા ઝાએ જણાવ્યું, “આ પુરસ્કારો રમતગમત ક્ષેત્રે ભારતીય મહિલાઓ પર જે પ્રભાવ પેદા કરે છે તે જોતાં મને આનંદ થાય છે. તે તેમની સિદ્ધિઓને અનેક ગણી વધારે છે, અવરોધોને પાર કરીને ભાવિ પેઢીઓને પ્રેરણા આપે છે. આ પુરસ્કારો માત્ર સન્માન ખાતર નથી, પરંતુ ભારતમાં રમતગમત ક્ષેત્રે લાંબાગાળાની ઊંડી અસર પાડવા માટે છે.”
આ વર્ષની થીમ ‘ચૅમ્પિયન્સ ચૅમ્પિયન’ છે, જેણે એવા લોકોને બિરદાવ્યા છે, જેમણે ચંદ્રક વિજેતા ઍથ્લીટ્સને ઘડ્યા છે અને તેમને ટેકો આપ્યો છે. દૃષ્ટિહીન ઍથ્લીટ્સનાં માર્ગદર્શક દોડવીરોને દર્શાવતી એક વિશેષ ડૉક્યુમેન્ટરી બીબીસીનાં છ ભારતીય ભાષાનાં પ્લૅટફૉર્મ્સ પર તેમજ તેનાં અંગ્રેજીના પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ છે.

Займ на карту срочно без фото паспорта, просто заполните заявку.
Где дают займ без фото паспорта [url=http://www.niasam.ru/vklady__kredity__kreditnye_karty/zajm-bez-foto-pasporta-udobstvo-i-vazhnye-momenty-248466.html/]http://www.niasam.ru/vklady__kredity__kreditnye_karty/zajm-bez-foto-pasporta-udobstvo-i-vazhnye-momenty-248466.html/[/url] .