નેક્ટર લાઈફ કેર દ્વારા વ્યાજબી એન્ટી-ડાયાબીટીકની રેન્જના વિસ્તરણને વધારવા માટે નવી શ્રેણીની રજૂઆત

Spread the love

ડાયાબિટીસની કાળજી માટે વ્યાજબી તથા ઊંચી ગુણવત્તાવાળો ઉકેલ ઓફર કરે છે

નેક્ટર લાઈફ કેર DAPNEC બ્રાન્ડ હેઠળ ડાપાગ્લિફ્લોઝિન(Dapagliflozin)ની રજૂઆત થકી ઊંચી ગુણવત્તાવાળી અને વ્યાજબી  એન્ટી-ડાયાબિટિક ફોર્મ્યુલેશન્સની શ્રેણીમાં વિસ્તરણ કરે છે. ફોર્મ્યુલેશન પેટન્ટની મુદત પૂરી થવાના કારણે, હવે આ દવાઓ વ્યાજબી કિંમતે ઉપલબ્ધ થશે, જે ઉચ્ચ અસરકારકતા જાળવી રાખીને સુલભતામાં વધારો કરશે.

ભારત, જેને મોટેભાગેવિશ્વની ડાયાબિટીસ કેપિટલ‘ તરીકે ઓળખવામાં આવે છે, તે અસરકારક ડાયાબિટીસ મેનેજમેન્ટ સોલ્યુશન્સની વધતી માંગનો સામનો કરે છે. ટાઇપ ટુ ડાયાબિટીસ, જે એક સમયે પુખ્ત વયના લોકોમાં વધારે જોવા મળતો હતો, પણ હવે બેઠાડુ જીવન, ખરાબ આહારની આદતો તથા વધતા જતા સ્થૂળતાના દરને લીધે યુવાનોને પણ વધુને વધુ અસર કરી રહ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, ભારતમાં 77 મિલિયનથી પણ વધુ લોકોને ડાયાબિટીસ છે, જેમાંથી નોંધપાત્ર લોકોનું નિદાન થયું નથી. ઇન્ડિયન ડાયાબિટીસ રિસ્ક સ્કોર (આઇડીઆરએસ)ના અભ્યાસ અનુસાર, શહેરી ભારતીય યુવાનોના 10 ટકાથી વધુ લોકો પર જોખમ છે, જે વ્યાપક અને સુલભ આરોગ્યસંભાળ ઉકેલોની જરૂર પર ભાર મૂકે છે.

નેક્ટરનો પ્રોડક્ટ પોર્ટફોલિયો આવશ્યક એન્ટિ-ડાયાબિટીક ફોર્મ્યુલેશનથી લઈને કોમ્બીનેશન દવાઓ સુધીનો છે, જે ફિઝીશ્યન દ્વારા સૂચવવામાં આવેલ ટાઇપ ટુ ડાયાબિટીસ મેનેજમેન્ટ  માટે વ્યાપક ઉકેલો પ્રદાન કરે છે. તેની રેન્જમાં નીચેની દવાઓનો પણ સમાવેશ થાય છે:

  • SITANEC M 50/500 & 50/1000 – Metformin and Sitagliptin Tablets
  • METNEC-G1 & METNEC G2 – Metformin and Glimepiride Tablets
  • METNEC 500mg – Metformin Tablets

ડબલ્યુએચઓ-જીએમપી પ્રમાણિત સુવિધાઓમાં ઉત્પાદિત આ રેન્જએ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના માપદંડને પૂર્ણ કરે એ રીતે તૈયાર કરવામાં આવી છે અને સાથોસાથ વ્યાજબીપણું પણ સુનિશ્ચિત કરે છે. કંપનીએ ગયા વર્ષે ૬.૪ કરોડનું વેચાણ નોંધાવ્યું હતું અને આ વર્ષે તેના ડાયાબિટીસ કેર પોર્ટફોલિયોની રજૂઆત સાથે 15 કરોડનો આંકડો પાર થશે તેવી અપેક્ષા છે. આ વિસ્તરણ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં નેક્ટર લાઇફ કેરની હાજરીને મજબૂત બનાવશે, ફાર્માસ્યુટિકલ વિતરકો, નિકાસકારો અને આરોગ્યસંભાળ પૂરી પાડનારાઓ માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે.

આ રજૂઆત વિશે નિલેશ પટેલ – ફાઉન્ડર – નેક્ટર લાઈફ કેર જણાવે છે કે, “આજના ઝડપી વિશ્વમાં, બેઠાડી જીવનશૈલી, વધારે તનાવ અને બિનઆરોગ્યપ્રદ ખાવાની ટેવોને લીધે ડાયાબિટીસના કેસમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે, ખાસ કરીને યુવાનોમાં તે વધુ જોવા મળી રહ્યો છે. ભારતની લગભગ 70% વસ્તી ગ્રામિણ વિસ્તારોમાં રહે છે, તેથી સસ્તી સારવારની ઉપલબ્ધતા એક મોટો પડકાર છે. નેક્ટર લાઇફકેર ખાતે, અમે આ અંતરને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારી વ્યાજબી Dapagliflozin અને આગામી ડાયાબિટીસ ફોર્મ્યુલેશનની રજૂઆત દરમિયાન અમે એ બાબતની ખાતરી કરીયે છે કે, નાણાકીય અવરોધોને ધ્યાનમાં લીધા વિના, ગુણવત્તાયુક્ત ડાયાબિટીસ સંભાળ એવા લોકો સુધી પહોંચે જેમને તેની સૌથી વધુ જરૂર હોય. આગળ જોતાં,  અમે સ્થૂળતા સાથે સંકળાયેલા સ્વાસ્થ્યના જોખમોનો સામનો કરવા માટે સમર્પિત સ્થૂળતા વિરોધી શ્રેણી સાથે અમારા પોર્ટફોલિયોમાં વિસ્તરણ કરવાની યોજના બનાવીએ છીએ. અમારું લક્ષ્ય એ છે કે આવશ્યક સારવારોને સુલભ અને સસ્તું બનાવીને વ્યક્તિઓને સ્વસ્થ જીવન જીવવા માટે સમર્થ બનાવવા.”

નેક્ટર લાઈફ કેરની પ્રોડક્ટ રેન્જ એ ફેબ્રુઆરીની મધ્યથી ભારતભરમાં ઉપલબ્ધ બનશે. આ રજૂઆતની સાથે બ્રાન્ડ એફોર્ડેબલ હેલ્થકેરમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનું ચાલુ રાખતા, નવીનત્તમ અને જીવન બદલી નાખતી દવાઓ લાખો લોકો સુધી પહોંચાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *