અમદાવાદ
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત મધ્ય ઝોનની બહેનોની ફૂટબોલ ટૂર્નામેન્ટ નિકોલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાઇ હતી.
પાંચ દિવસીય ટૂર્નામેન્ટમાં અં-૧૪,અં-૧૭ અને ઓપન એજ ગ્રુપની સ્પર્ધાઓમાં ૪૮૬ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અં-૧૪ એજ ગ્રુપમાં પ્રથમ સ્થાને બનાસકાંઠા અને દ્વિતિય સ્થાને પાટણની મહિલા ટીમો વિજેતા થઈ હતી. અં-૧૭ એજ ગ્રુપમાં પ્રથમ સ્થાને પાટણની મહિલા ટીમ અને દ્વિતિય સ્થાને અમદાવાદ સીટીની મહિલા ટીમ વિજેતા થઈ હતી. ઓપન એજ ગ્રુપમાં પ્રથમ સ્થાને પાટણ અને દ્વિતિય સ્થાને બનાસકાંઠાની મહિલા ટીમો વિજેતા બની હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના નિયંત્રણ હેઠળની પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર અમદાવાદની કચેરી દ્વારા આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઝોન કક્ષાની અલગ-અલગ એજ ગ્રુપની વિજેતા ટીમો રાજ્ય કક્ષાની ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.