અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપમાં 115 યુવા સ્વિમર્સે ભાગ લીધો

ક્રિકેટ દિગ્ગજ કપિલ દેવએ અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું અમદાવાદ અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે શનિવારે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી, જ્યાં વિશ્વકપ વિજેતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ ઉપસ્થિત રહ્યા અને ઈવેન્ટનું ઉદઘાટન કર્યું.અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતનું પહેલું એવું સંસ્થાન બન્યું, જેણે ISSO રીજનલ ઈવેન્ટનું આયોજન કર્યું….

ખેલ મહાકુંભ 3.0 મધ્ય ઝોનની બહેનોની ફૂટબોલ ટૂર્નામેન્ટમાં 486 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો

અમદાવાદ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત મધ્ય ઝોનની બહેનોની ફૂટબોલ ટૂર્નામેન્ટ નિકોલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાઇ હતી.પાંચ દિવસીય ટૂર્નામેન્ટમાં અં-૧૪,અં-૧૭ અને ઓપન એજ ગ્રુપની સ્પર્ધાઓમાં ૪૮૬ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.અં-૧૪ એજ ગ્રુપમાં પ્રથમ સ્થાને બનાસકાંઠા અને દ્વિતિય સ્થાને પાટણની મહિલા ટીમો વિજેતા થઈ હતી. અં-૧૭ એજ ગ્રુપમાં પ્રથમ સ્થાને પાટણની મહિલા ટીમ અને દ્વિતિય સ્થાને…

હિરામણી શાળામાં ચિત્ર સ્પર્ધામાં 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

હિરામણી શાળામાં 94.3 માય એફએમ રંગરેજ સિઝન 11ની ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં 5થી 9 ધોરણના 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. માય ફેવરિટ ઓલિમ્પિક ગેમ્સ પર વિદ્યાર્થીઓએ સુંદર કલાત્મક ચિત્રોનું સર્જન કર્યું હતું. ઓલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરનારા ભારતના ખેલાડીઓમાંથી પ્રેરણા લઈને વિદ્યાર્થીઓએ વિવિધ રમતોના ચિત્રો બનાવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આ વ્યા…

અમદાવાદમાં 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં 400થી વધુ દિવ્યાંગ રમતવીરોએ વિવિધ રમતોમાં ભાગ લીધો

નેશનલ, ઇન્ટરનેશનલ તેમજ એશિયા પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોનું સન્માન કરાયું 45થી વધુ દિવ્યાંગ રમતવીરો નેશનલ ગેમ્સ માટે સિલેક્ટ થયા અમદાવાદ 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન અમદાવાદમાં નિકોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરના અને દેશના વિવિધ રાજ્યોમાંથી 400થી વધુ દિવ્યાંગ રમતવીરોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ રમતવીરો અગાઉ નેશનલ,…

ઓપન રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં 140 ખેલાડીએ ભાગ લીધો

અમદાવાદની ઑનલાઇન અને ઑફલાઇન ચેસ શીખવતી IMChess Academy દ્વારા આયોજિત ઓપન રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 27 ઓક્ટોબર 2024ને ઓરિયન્ટ ક્લબમાં સફળતાપૂર્વક યોજાઈ. ટૂર્નામેન્ટમાં વિજેતાઓને cash prize અને trophy આપીને પ્રોત્સાહિત કર્યા. આ સ્પર્ધામાં 140 chess ખેલાડીઓએ ભાગ લીધો. જ્વલ પટેલે પ્રતિસ્પર્ધા દર્શાવતી વિજય મેળવવા માટે અવિરત મહેનત કરી, જ્યારે અનાદકત કર્તવ્ય ને રનર્સ અપનું સ્થાન મળ્યું….