
હિરામણી શાળામાં 94.3 માય એફએમ રંગરેજ સિઝન 11ની ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં 5થી 9 ધોરણના 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. માય ફેવરિટ ઓલિમ્પિક ગેમ્સ પર વિદ્યાર્થીઓએ સુંદર કલાત્મક ચિત્રોનું સર્જન કર્યું હતું. ઓલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરનારા ભારતના ખેલાડીઓમાંથી પ્રેરણા લઈને વિદ્યાર્થીઓએ વિવિધ રમતોના ચિત્રો બનાવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આ વ્યા હતા. આ પ્રસંગે હીરામણી સંસ્થાના સીઈઓ ભગવત અમીન અને શાળાના આચાર્યોએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.