ગુલમહોર ગ્રીન્સના 3+ પુટર ગોલ્ફ રાઉન્ડમાં 47 ગોલ્ફરોએ ભાગ લીધો

Spread the love

અમદાવાદ:

ગુલમહોર ગ્રીન્સ-ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ- ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગરૂપે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, 3+ પુટલ ગોલ્ફ રાઉન્ડ માં 47 ગોલ્ફરોએ ભાગ લીધો હતો.
અંશ જોબનપુત્રા 0-15 હેન્ડીકેપ કેટેગરીમાં 79 ગ્રોસ અને 35 પોઇન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે, જ્યારે અવતાર સિંઘ 85 ગ્રોસ અને 34 પોઇન્ટ સાથે રનર-અપ છે.


ભાવિન વડગામા 16-30 હેન્ડીકેપ કેટેગરીમાં 89 ગ્રોસ અને 43 પોઇન્ટ સાથે વિજેતા હતા, અને ડૉ. સિદ્ધાર્થ માવાણી 85 ગ્રોસ અને 42 પોઇન્ટ સાથે કેટેગરીમાં રનર્સ-અપ રહ્યાં હતા.
બંને વિજેતાઓને તેમના પ્રયત્નો માટે 3000 રિવોર્ડ પોઈન્ટ્સ અને રનર્સ અપને 1800 પોઇન્ટ આપવામાં આવ્યા હતા. બંને કેટેગરીમાં 23 ગોલ્ફરોએ રિવોર્ડ પોઇન્ટ્સ મેળવ્યા.
મુખ્ય રાઉન્ડ સાથે બે કૌશલ્ય સ્પર્ધા ઓ પણ રમાઇ હતી. આર.વી જ્યોતિ હોલથી માત્ર 3.8 ફૂટ દૂર બોલને લેન્ડ કરીને હોલ 3 પર પિન કરવા માટે સૌથી નજીકની સ્પર્ધા જીતી હતી. બ્રિગેડિયર એ.કે. સિંઘ માત્ર 10.3 ફૂટ દૂર બોલ લેન્ડ કરીને હોલ 9 પર પિન ની સૌથી નજીકના બીજા શોટ માટેની સ્પર્ધા જીતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *