મહેસાણા
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025ની ટોપ 8 ટીમો વચ્ચે સુપર લીગની મેચોના છેલ્લો દિવસે પ્રથમ મેચમાં ગાંધીનગરે ભૌમીક અને ઓમ નાગર ના 1-1 ગોલથી વલસાડને 2-0 થી મહાત આપી હતી.
બીજી મેચમાં આણંદે જીનય પટેલના 2 ગોલ અને આદિત્ય પૉલના 1 ગોલની મદદથી બરોડા પર 4-0 થી વિજય મેળવ્યો હતો. બરોડાના ચિન્મય સુથાર દ્વારા 1 સેલ્ફ ગોલ થયો હતો.
ત્રીજી મેચમાં અમદાવાદે જામનગર સામે 9-1થી એકતરફી વિજય મેળવ્યો હતો. અમદાવાદના અક્ષર ફલેટે 6 ગોલ, જ્યોત પટેલ અને કબીર વાઘેલાના 1-1 ગોલ કર્યો હતો. જામનગરના આદર્શ મિશ્રા દ્વારા 1 ગોલ કરાયો હતો, જ્યારે નીલ દ્વારા 1 સેલ્ફ ગોલ થયો હતો.
લીગની ચોથીઅને છેલ્લી મેચમાં સુરતે જતીન સોનવાને દ્વારા 3 ગોલ, ચૈતન્ય અને પ્રસસ્ન દ્વારા 2-2 ગોલ, આયુષ અને મહમદ દ્વારા 1-1 ગોલની મદદથી છોટાઉદેપુરને 9-0 થી હરાવ્યું હતું.
સુપરલીગની આખરી મેચના અંતે પોઇંટ્સના આધારે બંને ગ્રુપની ટોપ ટીમ આણંદ અને અમદાવાદ વચ્ચે 15.7.2025ના રોજ સાંજે 3.00 કલાકે ફાઇનલ મેચ રમાશે.
