વૈશ્વિક વન્યજીવ સંરક્ષણને આગળ ધપાવવા માટે વનતારાની પ્રતિબદ્ધતા દર્શાવતી પહેલ

જામનગર
વર્ષ 2000માં લુપ્તપ્રાય જાહેર કરવામાં આવેલા સ્પિક્સ મકાવ્ઝ (સાયનોપ્સિટ્ટા સ્પિક્સી) ફરીથી તેમના મૂળ નિવાસસ્થાન, બ્રાઝિલના જંગલમાં, મુક્તપણે વિહાર કરશે. આ લુપ્તપ્રાય પ્રજાતિના 41 સ્પિક્સ મકાવ્ઝનું વનતારાની સંલગ્ન સંસ્થા ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (જીઝેડઆરઆરસી) અને એસોસિયેશન ફોર ધ કન્ઝર્વેશન ઓફ થ્રેટેન્ડ પેરટ્સ (એસીટીપી) સાથે મળીને તેમના મૂળ નિવાસસ્થાનમાં પુનઃસ્થાપન કરશે. આ ગ્લોબલ રિઇન્ટ્રોડક્શન પ્રોગ્રામના ભાગરૂપે વનતારા એસીટીપીને માર્ગદર્શન અને નિર્ણાયક સંસાધનો પૂરા પાડી રહ્યું રહ્યું છે.
આ સીમાચિન્હ આવા કાર્યક્રમોની અગાઉની સફળતાઓના આધારે હાંસલ કરવામાં આવ્યું છે, જેમાં 2022માં 20 સ્પિક્સ મકાવ્ઝના જંગલમાં પુનઃપ્રવેશનો સમાવેશ થાય છે, તેના પરિણામે 20 વર્ષોમાં પહેલીવાર જંગલમાં જ બચ્ચાનો જન્મ થયો હતો- આ ઘટના આ પ્રકારના કાર્યક્રમની નોંધપાત્ર પ્રગતિ અને ભવિષ્યની સંભાવનાઓનું પ્રમાણપત્ર બને છે.
બ્રાઝિલમાં સ્થળાંતરિત કરવા માટે પસંદ કરાયેલા 41 સ્પિક્સ મકાવ્ઝ તેમની વંશાવલિ અને સ્વાસ્થ્યના આધારે પસંદ કરવામાં આવ્યા હતા. આ ગ્રૂપમાં 23 માદા, 15 નર અને ત્રણ બચ્ચાંનો સમાવેશ થાય છે. કેટલાક મકાવ્ઝ આ વર્ષે છોડવા માટે તૈયાર કરવામાં આવી રહેલા સમૂહમાં જોડાવામાં આવ્યા હતા, જ્યારે અન્યને લાંબા ગાળાના સંરક્ષણ પ્રયાસોને ટેકો આપવા માટેના સંવર્ધન કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા. સ્થાનાંતરણ પહેલાં પક્ષીઓ બર્લિનમાં સંવર્ધન સુવિધામાં 28 દિવસથી વધુ ક્વોરેન્ટાઇનમાંથી પસાર થયા હતા, જેમાં તેઓ બ્રાઝિલના જંગલના વાતાવરણને અસર કરી શકે તેવા કોઈપણ રોગોથી મુક્ત છે તેની ખાતરી કરવા માટે વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં. 28 જાન્યુઆરીના રોજ પક્ષીઓ બર્લિનથી બ્રાઝિલના પેટ્રોલિના એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઇટમાં રવાના થયા અને તે જ દિવસે બ્રાઝિલ પહોંચ્યા હતા. અહીં પહોંચતાં જ તેમને સીધા જ ક્વોરેન્ટાઇન સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા. સ્થાનાંતરણની કાળજીપૂર્વક દેખરેખ બે પશુચિકિત્સકો અને એસીટીપીના એક કીપર દ્વારા કરવામાં આવી હતી, તેમની સાથે વનતારાની જીઝેડઆરઆરસીની નિષ્ણાત ટીમ હતી. બોર્ડર પોલીસ અને ફેડરલ કસ્ટમ્સે ઝડપી ક્લિયરન્સની સુવિધા માટે એરપોર્ટ પર અસ્થાયી ઓફિસની સ્થાપના કરી હતી. પક્ષીઓ અને સ્ટાફ બંને માટે ખાસ વાહનોનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
એસીટીપીના સ્થાપક માર્ટિન ગથ એ જણાવ્યું હતું કે, “એસીટીપી વતી અમે શ્રી અનંત અંબાણી અને વનતારાનો સ્પિક્સ મકાવ્ઝ રિઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમની ઉદાર નાણાકીય સહાય ઉપરાંત વનતારાએ અમારી સાથે જે કૌશલ્યની આપ-લે કરી છે તે આ લુપ્ત થઈ રહેલી જંગલી પ્રજાતિઓનું સફળતાપૂર્વક સંવર્ધન કરવામાં અમૂલ્ય છે. જૈવવિવિધતાની પુનઃસ્થાપના અને લુપ્તપ્રાય પ્રજાતિઓના રક્ષણ માટે વનતારાનું અતૂટ સમર્પણ સાથે તેમના જુસ્સા, સંસાધનો અને સહયોગી અભિગમનું સંયોજન આ પહેલની સફળતાના મુખ્ય ઘટક છે. આ ભાગીદારી સહિયારી દૃષ્ટિ અને પ્રતિબદ્ધતાની તાકાતનું ઉદાહરણ આપે છે અને અમે આશા રાખીએ છીએ કે તે વિશ્વભરમાં સંરક્ષણ પ્રયાસોને પ્રેરણા આપશે. અમે વનતારા સાથેની ભાગીદારીમાં શક્ય તેટલી લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે સાથે મળીને અમારું કાર્ય ચાલુ રાખવા માટે આતુર છીએ.”
હોલીવુડ મૂવી રિયોમાં દર્શાવવામાં આવેલા સ્પિક્સ મકાવ્ઝ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોના કેન્દ્રમાં છે જેમાં બ્રાઝિલની સરકારની સાથે સાથે વનતારાનું જીઝેડઆરઆરસી અને એસીટીપી જેવી ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે, આ સંસ્થાઓ તમામ પ્રજાતિઓની કેપ્ટિવિટીમાં રહેલી વસ્તીનું પુનઃનિર્માણ કરવા માટે સાથે મળીને કામ કરે છે. વર્ષ 2019માં બ્રાઝિલમાં એક સમર્પિત રિલિઝ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ 2020માં જર્મની અને બેલ્જિયમમાંથી 52 પક્ષીઓને લાવવામાં આવ્યા હતા. વર્ષ 2022માં 20 સ્પિક્સ મકાઉને તેમના કુદરતી વસવાટમાં મુક્ત કરાયા હતા જ્યાં તેઓ અપેક્ષા મુજબની સંખ્યામાં તેઓ અસ્તિત્વ ટકાવી શક્યા હતા અને પરિણામે જંગલમાં જ સાત બચ્ચાઓનો જન્મ થયો – આ પ્રજાતિના પ્રથમ જંગલી બચ્ચાઓ. સમૃદ્ધ જંગલી વસ્તીની સ્થાપનાની ખાતરી કરવા માટે સમયાંતરે પક્ષીઓ છોડવા આવશ્યક છે, આમ આ પ્રોગ્રામના સપોર્ટ માટે રિલિઝ સેન્ટરને સતત નવા પક્ષીઓ મળવા મહત્વપૂર્ણ છે.
વનતારા ફોકસ કન્ઝર્વેશન પ્રોગ્રામ્સ દ્વારા ભારતના વૈવિધ્યસભર વન્યજીવન વારસાને પુનઃસ્થાપિત કરવા માટે પણ નોંધપાત્ર પ્રયાસો કરી રહ્યું છે. આ કાર્યક્રમોમાં સુરક્ષિત વાતાવરણમાં જન્માવેલા ગેંડાને સુરક્ષિત રહેઠાણોમાં ફરીથી મૂકવા, સંવર્ધન અને વસવાટ પુનઃસ્થાપના દ્વારા એશિયાટિક સિંહોની વસ્તીને મજબૂત બનાવવા અને સફળ સંવર્ધન કાર્યક્રમ બાદ ચિત્તાઓને ભારતીય જંગલોમાં પરત લાવવાનો સમાવેશ થાય છે. સ્પિક્સ મકાવ્ઝનું જંગલમાં સીમાચિહ્ન પુનઃ પદાર્પણ પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ અને જીવસૃષ્ટિની પુનઃસ્થાપના માટેની વનતારાની અડગ પ્રતિબદ્ધતાને વધુ સારી રીતે ઉજાગર કરે છે, તે વૈશ્વિક વન્યજીવ સંરક્ષણમાં પણ એક મહત્વપૂર્ણ સિદ્ધિ દર્શાવે છે.