વનતારાએ લુપ્તપ્રાય બનેલા 41 સ્પિક્સ મકાવ્ઝને તેમના મૂળનિવાસ બ્રાઝિલના જંગલમાં ફરી છોડવા માટે એસીટીપી સાથે ભાગીદારી કરી
વૈશ્વિક વન્યજીવ સંરક્ષણને આગળ ધપાવવા માટે વનતારાની પ્રતિબદ્ધતા દર્શાવતી પહેલ જામનગર વર્ષ 2000માં લુપ્તપ્રાય જાહેર કરવામાં આવેલા સ્પિક્સ મકાવ્ઝ (સાયનોપ્સિટ્ટા સ્પિક્સી) ફરીથી તેમના મૂળ નિવાસસ્થાન, બ્રાઝિલના જંગલમાં, મુક્તપણે વિહાર કરશે. આ લુપ્તપ્રાય પ્રજાતિના 41 સ્પિક્સ મકાવ્ઝનું વનતારાની સંલગ્ન સંસ્થા ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (જીઝેડઆરઆરસી) અને એસોસિયેશન ફોર ધ કન્ઝર્વેશન ઓફ થ્રેટેન્ડ પેરટ્સ (એસીટીપી) સાથે મળીને…
