ગુજરાત જાયન્ટ્સની પેસ બોલર શબનમ શકીલને ડબલ્યુપીએલમાં ઉત્કૃષ્ટ દેખાવની આશા
અમદાવાદ
અંડર-19 મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સાથે સતત બીજી વખત રહીને ટીમ માટે કપ જીતનારી 19 વર્ષીય શબનમ શકીલે તેની કાર્કિર્દીમાં મેચમાં 110 કિમી અને પ્રેક્ટિસમાં 116 કિમીની ઝડપે બોલ નાખ્યા છે ત્યારે તેનું બોલિંગનું લક્ષ્ય 120 કિમીનું છે. ગુજરાત જાયન્ટ્સ સાથે ડબલ્યુપીએલની બીજી સિઝનમાં ચાર મેચ રમનારી શબનમે વર્લ્ડ કપની સપળતાને વાગોળતા જણાવ્યું હતું કે ગત સિઝનમાં ગુજરાતની ટીમમાંથી ડબલ્યુપીએલમાં મળેલી તકથી મને ઘણો લાભ થયો છે. સ્પર્ધામાં દેશના અનુભવી અને વિદેશી ખેલાડીઓને લીધે ઘણું શીખવા મળ્યું છે.
ક્રિકેટને પસંદ કરવા અંગે શબનમે કહ્યું કે મારા પિતા પણ ક્રિકેટર છે. તેઓ પણ પેસ બોલર છે. એક સમયે તો બધા બાળકોની જેમ મારે પણ આઈએએસ, આઈપીએસ બનવું હતું પરંતુ પિતાને રમતા જોઈ તથી તક મળતા મેં કોમેન્ટ્રી પણ કરી હતી તેથી ક્રિકેટ પ્રત્યે મારો ઝુકાવ વધી ગયો. વર્લ્ડ કપમાં વિશ્વની ટોચની ખેલાડીઓ સામે બોલિંગ કરવાં કોઈ મુંઝવણ થઈ હતી કે કેમ એ અંગે શબનમે કહ્યું કે પિતાએ મને શિખવાડ્યું છે કે કોઈ ખેલાડી નાના-મોટા નથી હોતા આપણે મેદાનમાં આપણા પ્રદર્શન પર ધ્યાન આપવું જોઈએ નહીં કે ખેલાડીના નામ પર. પ્રવર્તમાન વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ આયોજન મુઝબ દેખાવ કરતા કપ જીત્યો હતો. દરેક ખેલાડીને તેની ભૂમિકા અંગે જણાવી દેવાયું હતું અને દરેકે એ નિભાવીને ટીમને વર્લ્ડ કપની ભેટ આપી છે. પેસ બોલર તરીકે ઈનસ્વિંગ મારી શક્તિ છે અને તેનો મને ઘણો લાભ મળે છે.ટીમની નવી વિદેશી સુકાની એશ્લે ગાર્ડનરના ટીમ સાથે જોડાવાથી ખાસ કોઈ લાભ થશે કે કેમ એ અંગે શબનમે કહ્યું હતું કે એક અનુભવી સુકાનીનો ટીમને ચોક્કસ લાભ મળશે વળી એશ્લે સાથે હું અગાઉ પણ રમી છુ તેતી મને તેનું માર્ગદર્શન મળશે.
વાયઝાક તરથી રમતા ક્રિકેટર પિતા મોહમ્મદ શકીલના પગલે રમતમાં આવેલી શબનમને રમતમાં પરિવાર તરફથી પૂરો સહકાર સાંપડે છે. તેની નાની બહેન શાહજહાન બેગમ પણ અંડર-15માં ક્રિકેટ રમે છે. પિતાને પોતાના રોલ મોડેલ માનતી શબનમને એમ તો જમવાનું બનાવતા નથી આવડતું પણ તે ફ્રાઈડ રાઈસ બનાવી શકે છે. તેની ફેરવિટ ડિશ ચિકન બિરયાની છે. બહુ ફિલ્મો જોતી નથી પરંતુ તેણએ છેલ્લે ઘરમાં જ પુષ્પા-2 ફિલ્મ જોઈ હતી. અલ્લુ અર્જુન તેનો પેવરિટ હિરો અન નયનતારા તેની ફેવરિટ હિરોઈન છે. બોલિવૂડના કલાકારોમાં તેને ઋત્વિક રોશન અને શાહરૂખ ખાન ગમે છે.
પ્રવર્તમાન સ્પર્ધામાં કઈ ટીમનો વધુ મજબૂત પડકાર લાગે છે એ અંગે તેણે કહ્યું હતું કે ટીમ માટે એમ તો તમામ મેચો મહત્વની છે પણ દિલ્હી કેપિટલ્સની ટીમ સામેની મેચ વધુ પડકાર સમાન રહે એમ લાગે છે. રમતમાં ક્યારેય કોઈ પણ મુંઝવણના સમયે પિતા તેને માર્ગદર્શન આપતા હોવાનું શબનમે કહ્યું હતું.