14 ફેબ્રુઆરીથી ડબલ્યુપીએલ 2025નો પ્રારંભઃ ગુજરાત જાયન્ટ્સે ડબલ્યુપીએલ 2025 માટે જર્સીનું અનાવરણ કર્યું : વડોદરામાં ઘરઆંગણે ઐતિહાસિક શરૂઆત માટે ટીમ સજ્જ

અમદાવાદ
વડોદરા, બેંગલુરુ, લખનૌ અને મુંબઈ સહિત અનેક સ્થળોએ 14 ફેબ્રુઆરીથી શરૂ થનારી ડબલ્યુપીએલ 2025 માટે ગુજરાત જાયન્ટ્સની ટીમ સંપૂર્ણ સજ્જ છે. અદાણી સ્પોર્ટ્સલાઇનની માલિકીની ટીમની આજે અમદાવાદમાં જર્સીનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય કોચ માઈકલ ક્લિંગર, ખેલાડીઓ હરલીન દેઓલ, શબનમ શકીલ અને અદાણી સ્પોર્ટ્સલાઈનના CBO સંજય આદેસરા હાજર રહ્યા હતા.

સ્પર્ધાની ફાઈનલમાં ક્વોલિફાય થવાનું ગુજરાત જાયન્ટ્સનું લક્ષ્યઃ માઈકલ ક્લિંગ ર
ગુજરાતની ટીમના વિદેશી કોચ માઈકલ ક્લિંગ રે સ્પર્ધા માટે ટીમની તૈયારી સંદર્ભે જણાવ્યું હતું કે દેશની પ્રતિભાસંપન્ન ખેલાડીઓ ઉપરાંત વિદેશી ખેલાડીઓની ઉપસ્થિતિથી ટીમ ઘણી સક્ષમ જણાય છે. વિદેશી ખેલાડીઓ એક-બે દિવસમાં ટીમ સાથે જોડાશે જે સાથે ટીમની તૈયારી વધુ વેગવંતી બનશે. કોચે વધુમાં જણાવ્યુ કે ટીમ પાસે અનુભવી ખેલાડીની સારી એવી સંખ્યા છે. છ ખેલાડી તો એ ટીમમાં રમી રહ્યા છે જ્યારે કેટલાક ખેલાડી પહેલી વખત સિનિયર ટીમમાં રમી રહ્ હોઈ અમને ટીમને સમતોલ બનાવવામાં બહુ મુશ્કેલી નહીં પડે. ગુજરાતની ટીમનું પ્રવર્તમાન સ્પર્ધામાં ફાઈનલમાં ક્વોલિફાય થવાનું લક્ષ્ય છે.

વડોદરામાં મારી પ્રથમ સદી યાદગારઃ હરલીન દેઓલ
ભારતની ઓલરાઉન્ડર હરલીન દેઓલે ઈજાને કારણે પાછલી સીઝન ગુમાવી હતી, જોકે સ્વસ્થ થયા બાદ તે ટીમ સાથે ફરી જોડાઈ છે અને તે તેના શ્રેષ્ઠ દેકાવ માટે આતુંર છે. હરલીને તેની પ્રથમ સદી વજોદરાના મેદાન પર ફટટકારી હતી જેને તે યાદગાર પળ તરીકે માને છે. હરલીનનું કહેવું છે કે સદીની યાદ એ સારી વાત છે પરંતુ દરેક ખેલાડીએ રોજ શૂન્યથી શરૂઆત કરવાની હોય છે તેથી તે વધુ સારી રમત બતાવવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. અગાઉ સદી ફટકારી હોય તો એનો અર્થ એ નથી કે તમારી પાસે એટલા રન છે અને આગળ વધવાનું છે પણ તમારે દરેક વખત નવેસરથી શરૂઆત કરવાની હોય છે.
ભારતીય ટીમ સાથે સતત બીજા U19 વર્લ્ડ કપ વિજય પછી શબનમ શકીલે જણાવ્યું હતું કે, ડબલ્યુપીએલમાં ગુજરાત જાયન્ટ્સનો ભાગ બનવાથી તેને એક ખેલાડી તરીકે વિકાસ કરવામાં ખુબજ મદદ મળી છે.

શ્રેષ્ઠ રમત રમવાનું લક્ષ્યઃ સંજય આદેસરા
અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર(સીબીઓ) સંજય આદેસરાએ પણ આ સિઝનમાં ટીમ માટે સારા દેખાવની અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “અમારી અપેક્ષા સીધી અને સરળ છે. એક ટીમ તરીકે, ગુજરાત જાયન્ટ્સ ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરમાં અને વિશ્વભરમાં અમારા ચાહકોને શ્રેષ્ઠ ક્રિકેટ અનુભવ આપવાનો પ્રયાસ કરશે. આ ખૂબ જ સરળ અપેક્ષા છે, જે અમે અમારા ઘરઆંગણાના પ્રેક્ષકો માટે લઈને આવ્યા છીએ. આ પહેલી વાર છે, જ્યારે અમે અમારા ઘરેલું પ્રેક્ષકો સામે રમીશું. આથી, તે ખરેખર આપણા બધા માટે જબરજસ્ત ઉત્સાહ છે.”
ગુજરાત જાયન્ટ્સ 14 ફેબ્રુઆરી, 2025 ના રોજ વડોદરાના બીસીએ સ્ટેડિયમ ખાતે ડબલ્યુપીએલ 2025 ની ઉદ્ધાટન મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે.
