ખેલ મહાકુંભ ૩.૦ રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધામાં ડાંગના ખેલાડીઓએ કુલ ૧૬ મેડલ મેળવ્યાં

Spread the love

અંડર-૧૪ માં કુલ ૪ મેડલ, અંડર-૧૭ માં કુલ ૧૦ મેડલ અને ઓપન એજ ગૃપમાં કુલ ૨ મેડલ મળવી ડાંગ જિલ્લો રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંકે:

આહવા

તાજેતરમાં જ યોજાઇ ગયેલ ખેલ મહાકુંભ ૩. ૦ અંતર્ગત રાજય કક્ષાની આર્ચરી સ્પર્ધા, રાજ્યના ગીરીમથક સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ સૌથી વધુ મેડલ મેળવતાં ડાંગ જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે.

ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધામાં ડાંગના અંડર-૧૪ એજ ગૃપમાં ૪ મેડલ, અંડર-૧૭ એજ ગૃપમાં કુલ ૧૦ મેડલ અને ઓપન એજ ગૃપમાં કુલ ૨ મેડલ મળી ડાંગ જિલ્લાના ખેલાડીઓએ કુલ ૧૬ મેડલ મેળવ્યાં હતાં. જેમાં ૪ ગોલ્ડ ૭ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ મેળવી ડાંગ જિલ્લો રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવ્યો છે.

ડાંગ જિલ્લાનું ગૌરવ વધાવનાર આ તમામ ખેલાડીઓને જિલ્લા રમત ગમત અધિકારી અલ્કેશ પટેલ, આર્ચરી કોચ જીતુભાઇ રાજપુત, ટ્રેનર અમીતા બેન રાઠવા તેમજ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની ટીમે અભિનંદન પાઠવ્યાં હતાં.
1.sanjay padvi indian round
ઓવરઓલ સિલ્વર મેડલ
વ્યક્તિગત સિલ્વર મેડલ
ટીમ ઇવેન્ટ ગોલ્ડ મેડલ
Mix team ગોલ્ડ 🥇

2.nitesh bhil team gold
3.sachin team gold
4.mitan team gold

  1. yogesh pagi ( Compund rounds) overall bronze
  2. રિકવર ટીમ બ્રોન્સ મેડલ
    1.સુનિલ
  3. vikash
  4. સાજન
  5. Veer
  6. શ્રુતિ વસાવા ( ઇન્ડિયન રાઉન્ડ
  7. ઓવર ઓલ બ્રોન્ઝ
  8. Mix team Gold
  9. સ્નેહા જીરવાલ ( રિકવર રાઉન્ડ)
  10. ઓવર ઓલ સિલ્વર
  11. વ્યક્તિગત સિલ્વર
  12. વિદ્યા પવાર ( રિકર રાઉન્ડ)
  13. વ્યક્તિગત બ્રોન્સ

ટોટલ U17 ma 10 medal
Open.

  1. આનંદી ગામીત ( કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ)
  2. ઓવરઓલ સિલ્વર
  3. વ્યક્તિગત સિલ્વર
    Total
    Gold 4
    Silver 7
    Bronze 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *